જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. જેને કારણે ઠંડીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ઠંડીની સાથે કમોસમી વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી હતી. જેને લઈને આજે છવાયેલી ધુમ્મસની ચાદરને કારણે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે.
જૂનાગઢ શહેરમાં જોવા મળ્યું ઠંડીનું વાતાવરણ: જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનું વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે પણ આગામી 28 તારીખ સુધીમાં કમોસમી વરસાદની શક્યતા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વ્યક્ત કરી છે. જેને પગલે આજે જુનાગઢ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસ છપાયેલું જોવા મળ્યું હતું. સતત ધુમસને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ધુમ્મસને કારણે ઠંડી વધતા તેમજ પવનનું પ્રમાણ પણ ગત દિવસો કરતાં વધારે જોવા મળી રહ્યું છે. જેને કારણે લોકો આકરી ઠંડીમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે.