અમદાવાદ: દેશમાં વોટર મેનના નામે જાણીતા રાજેન્દ્રસિંહ અમદાવાદ આવી નદીઓને પૂનઃ જીવિત કરવા અનુરોધ કર્યો હતો. કોણ છે ભારતના વોટરમેન રાજેન્દ્રસિંહ અને તેમણે દેશની નદીઓ અંગે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
દેશના વોટરમેન રાજેન્દ્રસિંહ નદી બચવવા કરે છે હાકલ
વિશ્વના ૧૨૩ દેશોમાં જલ સંરક્ષણ માટે કાર્યરત અલવર રાજસ્થાનના રાજેન્દ્રસિંહ દેશના વોટર મેન છે. છેલ્લા ૫૦ વર્ષથી ૨૩ નદીઓને પૂનઃ જીવિત કરી ખરા અર્થમાં જળ ક્રાંતિ કરી છે. વિકાસ ક્ષેત્રે નામાંકીત રોમેન મેગ્સેસે એવોર્ડ વિજેતા રાજેન્દ્રસિંહે પાણીના અભાવે વિસ્થાપિત થતાં લાખો લોકોની ચિંતા કરી, આગામી વર્ષોમાં પાણીના અભાવ અને ક્લેમેન્ટ ચેંજના કારણે થશે એવી ચેતવણી પણ આપી છે.
રાજેન્દ્ર સિંહે ભારતને નીર, નારી અને નદીની સંસ્કૃતિનો દેશ કહ્યો છે. નદી વગર સભ્યતા નથી અને પ્રકૃતિ સાથેના સમન્વય થકી ભારતીય સમાજ સદીઓ થી જીવતો અને વિકસતો આવ્યો છે. પ્રાચીન સમય માં ભારત ગુરુ હતું આજે ભારત નકલચી એટલે કે પશ્ચિમી નકલ કરનાર દેશ બન્યો છે.
વોટરમેન રાજેન્દ્રસિંહની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત (Etv Bharat Gujarat) રિવરફ્રન્ટ નહિં રિવર ફલોની આવશ્યકતા છે
રાજેન્દ્ર સિંહે ઉમેર્યું હતું કે, આજે દેશ અને દુનિયામાં નદીની સુંદરતા વધારવાના પ્રયાસ થાય છે. નહિં કે નદીને નવ પલ્લવિત કરવાના. નદીઓ ઘણા અંશે પ્રદૂષિત બની રહી છે. નદીઓને પહેલાંની જેમ પુનર્જીવિત કરવી જોઈએ. જેથી દેશવાસીઓને પાણીની સલામતી જળવાઈ રહે, પ્રકૃતિ જળવાય. આજે નદીઓને જોડવાનો રિવર લિંક પ્રોજેક્ટ દેશની નદીઓ માટે ખતરનાક સાબિત થશે.
અનંત યુનિવર્સિટી સાથે રાજેન્દ્ર સિંહનો આગવો પ્રોજેક્ટ
દેશમાં પહેલી વાર કોઈ કર્મશીલ રાજેન્દ્ર સિંહ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે જોડાયા છે. આ અવનવા પ્રોજેક્ટમાં રાજેન્દ્ર સિંહ અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોમ્યુનિટી લીડર શિપ ઈન enviornmrnt ડિઝાઇન અભ્યાસમાં જોડાયા છે. આ આગવા પ્રોજેક્ટ અન્વયે વિદ્યાર્થીઓ ગામમાં જઈ વોટર રિચાર્જ અને રેન વોટર હાર્વેસ્ટ સિસ્ટમ શીખશે. જેથી દેશની જલ સંગ્રહનો પદાર્થપાઠ પરંપરાગત જ્ઞાન થકી શીખી દેશની પરંપરાગત વિદ્યાને પુનઃ જીવિત કરશે.
- સાબરમતીના કાંઠે વહી જ્ઞાનની નદી, અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 નો પ્રારંભ
- હેપ્પી હનુમાન ચાલીસા! અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કેમ છવાઈ આ 'હનુમાન ચાલીસા'?