ગીર જંગલમા કૃત્રિમ પાણીના સ્ત્રોત શરૂ કરાયા જુનાગઢ: ઉનાળાની આકરી ગરમીના દિવસો શરૂ થયા છે એપ્રિલ અને મે મહિના દરમિયાન ખૂબ જ આકરી અને અકડાવનારી ગરમી પડતી હોય છે આ સમય દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં સિંહ સહિત તમામ પશુ પક્ષી કિટકો અને પ્રાણીઓને પીવાનું પાણી આગામી બે મહિના સુધી મળી રહે તે માટેનુ વિશેષ આયોજન સાસણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગીર વિસ્તારમાં આવેલા કુલ 618 જેટલા પાણીના સ્ત્રોત કે જેમાં કુદરતી અને કુત્રિમ નો સમાવેશ થાય છે તેની જાળવણી વન વિભાગે શરૂ કરી છે
ગીરના જંગલમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત શરૂ કરાયા સુકુ અને પાનખર પ્રકારનું જંગલ: ગીરનું જંગલ પાનખર પ્રકારનુ જંગલ છે આ જંગલ વિસ્તારમાં 41 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ 47 પ્રજાતિના સરીસૃપ પ્રાણીઓ 338 પ્રકારના સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની સાથે 2000થી વધુ કીટકો સાથેની જૈવ વિવિધતા ગીરનું જંગલ ધરાવે છે ત્યારે પશુ પક્ષી પ્રાણી અને કીટકોને પીવાનું પૂરતું પાણી ઉનાળા દરમિયાન મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ આયોજન દર વર્ષે કરવામાં આવતુ હોય છે તે મુજબ આ વર્ષે પણ આયોજન થયું છે જેને કારણે ઉનાળાના દિવસો દરમિયાન કોઈ સ્થાન પણ પ્રાણી પશુ પક્ષી કે કીટકોને તકલીફ ન પડે.
ગીરના જંગલમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત શરૂ કરાયા ગીરમાં કુદરતી પાણીના સ્ત્રોત: સમગ્ર ગીરના જંગલ વિસ્તારમાં 12 મહિના ચાલે તે પ્રકારે પાણીના કુદરતી સ્ત્રોત જોવા મળે છે જે મોટે ભાગે વરસાદ આધારિત હોય છે ગીરના જંગલમાં શેત્રુંજી હિરણ શિંગોડા મછુંદરી રાવલ ઘોડાવડી અને ધાતરડી નદીઓ આવેલી છે જે ગીર વિસ્તાર માંથી અને ખાસ કરીને જે વિસ્તારમાં સિંહો જોવા મળે છે ત્યાંથી પસાર થાય છે આ સિવાય આ નદીઓ પર અલગ અલગ 4 જગ્યા પર જળાશયો પણ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ પીવા અને સિંચાઈની સાથે ઉનાળા દરમિયાન જંગલના પશુ પક્ષી અને પ્રાણીઓ માટે પણ કરવામાં આવે છે
ગીરના જંગલમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત શરૂ કરાયા ગીરમાં કુલ 618 પાણીના:સમગ્ર ગીર જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પીવાના પાણીને લઈને વિગતો આપતા નાયબ વન સંરક્ષક મોહન રામે જણાવ્યું છે કે ગીરમાં 618 જેટલા પીવાના પાણીના પોઇન્ટ છે જે પૈકી 167 કુદરતી 451 કુત્રિમ જેમાં સૌર અને પવન ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય મજૂરો દ્વારા 119 પાણીના ટેન્કરો દ્વારા 80 પવનચક્કી દ્વારા 69 અને અન્ય માધ્યમો દ્વારા 20 જેટલા પાણીના પોઇન્ટ ઉનાળાના આ બે મહિના દરમિયાન સતત ભરેલા રાખવાની કવાયત વન વિભાગ કરી રહ્યું છે.
ગીરના જંગલમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત શરૂ કરાયા પાણીના સોર્સ: ઉનાળા દરમિયાન કુદરતી પાણીના સોર્સ સુકાઈ જતા વન્ય પ્રાણીઓ કૃત્રિમ પ્રાણીના પાણીના સ્ત્રોત પર નિર્ભર બને છે જેથી કોઈ એક જગ્યા પર વન્ય પ્રાણીનો ઘસારો ન થાય તેને ધ્યાને રાખીને નિર્ધારિત કરેલા તમામ પાણીના પોઇન્ટ ઉનાળા દરમિયાન ભરવામાં આવે છે જેથી કુદરતી સોર્સ સુકાઈ જવાની સ્થિતિમાં પણ કોઈ પણ વન્ય પ્રાણી તેના વિસ્તારને છોડીને અન્ય વિસ્તાર તરફ પલાયન કરતો નથી જેને કારણે જંગલમાં પીવાના પાણીની વ્યવસ્થા તમામ પ્રાણીઓ માટે જળવાયેલી જોવા મળે છે.
- સોરઠના કેટલાક વિસ્તારોમાં ઉનાળુ પાકોનું વાવેતર વધ્યું તો ક્યાંક ઘટ્યું - Junagadh Summer Crops
- છેલ્લા 14 વર્ષથી બાબા મિત્ર મંડળ ઉનાળા દરમિયાન મિનરલ વોટરથી તમામ લોકોની છીપાવે છે તરસ - Thirst on Summer Days