જૂનાગઢ:ચોરવાડ ખાતે અંબાણી પરિવાર નો ભોજન સમારોહ યોજાયો હતો. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિમલ ચુડાસમાએ આગામી ચૂંટણીને લઈને તેમજ તેમના ભાજપના પ્રવેશને લઈને જણાવ્યું હતું કે તેમની ભાજપમાં જોડાવાની તમામ અટકળો પાયા વિહોણી છે હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી, પાર્ટી એ ઘણું બધું આપ્યું છે પાર્ટી માટે સતત કામ કરતો રહીશ.
Vimal Chudasama: ભાજપમાં જોડાવાની અટકળો પર વિમલ ચુડાસમાનું નિવેદન, નબળા હૃદયના લોકો પાર્ટી છોડે, હું સૌરાષ્ટ્રમાં એકમાત્ર સિહ - સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આગામી ચૂંટણીને લઈને તેમજ તેમના ભાજપના પ્રવેશને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તે એકમાત્ર સિંહ છે. પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. પાર્ટી માટે સતત કામ કરતો રહીશ. ભાજપમાં જોડાવાનો કોઈ સવાલ ઊભો થતો નથી.
Published : Mar 13, 2024, 11:51 AM IST
વિમલ ચુડાસમા ભાજપમાં જોડાવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતાં જણાવ્યું હતું કે હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી. ભાજપે મને પાર્ટીમાં લેવા માટેના અનેક પ્રયાસો કર્યા. પરંતુ વિમલ ચુડાસમા આજે પણ કોંગ્રેસમાં છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસના એક સૈનિક તરીકે કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરતો જોવા મળશે તેવો દાવો વિશ્વાસ સાથે કર્યો હતો.
વિમલ ચુડાસમાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને જે લોકો કોંગ્રેસ માંથી ભાજપ માં જોડાયા છે અને જે લોકો જોડાવા માટે વિચાર કરી રહ્યા છે તેવા તમામ લોકોને નબળા હૃદયના ગણાવીને વિમલ ચુડાસમાએ તેમને પણ ઝાટકી નાખ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિમલ ચુડાસમા આ વિસ્તારનો સિંહ છે અને સમગ્ર લોકસભામાં એક સિંહ કાફી છે. આવી ખુમારી સાથે વિમલ ચુડાસમાએ ભાજપની સાથે ભાજપમાં જોડાયેલા તમામ નેતા અને કાર્યકરોની જાટકણી પણ કાઢી હતી.