ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના એક દિવસીય પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન - RE INVEST SUMMIT 2024 - RE INVEST SUMMIT 2024

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ RE-Invest સમિટ 2024 ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર ઉપરાષ્ટ્રપતિ પહોંચ્યા ત્યારે રાજ્યપાલ દેવવ્રત અને સીએમ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

ગુજરાતના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
ગુજરાતના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Gujarat Information Department)

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 1:15 PM IST

અમદાવાદ : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ પહોંચ્યા છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

ગુજરાત પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ :ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતના એક દિવસીય પ્રવાસે પધાર્યા છે. ભારત સરકાર દ્વારા આયોજિત RE-Invest સમિટ 2024 ના સમાપન સમારંભમાં સહભાગી થવા ઉપરાષ્ટ્રપતિ ગુજરાત આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત :આ તકે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, GADના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી. કે., ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપરાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

  1. "રીન્યુએબલ એનર્જી સમિટમાં 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું"
  2. યાત્રી કૃપિયા ધ્યાન દે...અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ટાઇમ ટેબલ

ABOUT THE AUTHOR

...view details