ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉપલેટાના વેણુ-2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મીને લગત પગારપંચ સાથે મળવા પાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા - Upleta Venu2 irrigation workers on strike

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા વેણુ - 2 સિંચાઈ યોજનામાં કામ કરતા, કર્મચારીને નિયમ મુજબની પગાર પંચની રકમ નહીં મળતા, તેમજ તેમની સાથે અન્યાય થવાની બાબતોની અનેક રજૂઆત કરવા છતાં પણ ન્યાય કે હક મુજબની રકમ નહીં મળતા પરિવાર સાથે આંદોલન પર ઉતર્યા છે. જાણો વિગતો આ અહેવાલમાં.

વેણુ-2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મી  ઉપવાસ આંદોલન પર
વેણુ-2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મી ઉપવાસ આંદોલન પર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 5:03 PM IST

વેણુ-2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મી ઉપવાસ આંદોલન પર (Etv Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા તાલુકામાં આવેલ વેણુ-2 સિંચાઇ યોજનામાં ફરજ બજાવતા, કર્મચારીને તેમના લગત પગાર પંચ સાથેની મળવાપાત્ર રકમ અને તેમને મળતી લાભાલાભની અને હકની રકમ નિયમ મુજબ નહીં મળતા ફરજ બજાવતા કર્મચારીની અને તેમના પરિવારની ધીરજ ખૂટી છે. જેમાં તેમની ધીરજ ખૂંટતા સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અને તેમનો પરિવાર કચેરી પાસે જ ઉપવાસ આંદોલન પર ઉતરી ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમના જણાવ્યા પ્રમાણે તેમના જુનિયરને તેમના કરતાં વધારે લાભ મળી રહ્યા છે અને તેમને તેમના નિયમ અને હક મુજબના લાભ નહીં મળતા તેમને આ પગલું ભરવું પડ્યું હોવાનું જણાવ્યું છે.

અનિલ વાછાણી મીડિયા સમક્ષ વાત કરી: ઉપવાસ આંદોલન પર ઉતરેલા અને વેણુ-2 સિંચાઇ યોજનામાં ફરજ બજાવતા કર્મચારી અનિલ વાછાણી દ્વારા મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું છે કે, ઉપલેટા તાલુકાના વેણુ-2 સિંચાઇ યોજનામાં વર્ષ 2005 થી નોકરી કરે છે અને તેઓ હાલ ઉપલાસ આંદોલન પર ઉતર્યા છે તેમનું કારણ છે કે, તેમને તેઓની માગણી મુજબની સંતોષકારક કામગીરીઓને જવાબો મળતા નથી તેના કારણે તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા છે.

આ બાબતમાં અન્ય લોકોના પણ કોર્ટ કેસ ચાલી રહ્યા છે:આ બાબતમાં તેમના દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ આ ફરિયાદ અને રજૂઆત બાદ તેઓને તેમની હકની રકમ મળવા પાત્ર નથી. તેઓ જવાબ કચેરીઓ તરફથી આપવામાં આવે છે તેવું જણાવી રહ્યા છે, જ્યારે આ બાબતે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે રજૂઆત સમયે અધિકારીઓ એવો જવાબ આપે છે કે તેમનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. આ બાબતમાં અન્ય લોકોના પણ કોર્ટ કેસ ચાલી રહ્યા છે અને આ કોર્ટ કેસ ચાલતા અન્ય વ્યક્તિઓ કે જેવો તેવોના જુનિયર છે તેઓને હકના પગાર પંચના લાભો આપવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે તેમની માગણીઓને રજૂઆતો નહીં સંતોષ હતા તેઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.

લેખિત રજૂઆતોને ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવતી નથી:ઉપલેટા સિંચાઇ યોજનામાં ફરજ બજાવતા અનિલભાઈ વાછાણી અને તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓને હકની સુવિધાઓ અને રકમ ન મળતા આ બાબતે તેમના દ્વારા અનેક લેખિત રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે પરંતુ તેમની લેખિત રજૂઆતોને ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવતી નથી તેમ જ જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના યોગ્ય જવાબો નથી આપવામાં આવતા ત્યારે આ મામલે તેમના દ્વારા અને તેમના પરિવાર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવી છે અને સાથે જ જણાવવામાં આવ્યું છે કે જો આગામી દિવસોની અંદર તેમની માગણીઓ રજૂઆતો અને તેમની હકની રકમ નહીં મળે તો ઉચ્ચકક્ષાએ પણ તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરી અને તેઓની માંગણીઓને લઈને લડાઈ કરવા માટે પણ મકાન છે તેવું જણાવ્યું છે.

  1. જામનગરના નાગેશ્વર સ્થિત શનિ મંદિરમાં શનિ જયંતિની ભવ્ય ઉજવણી... અન્નકૂટ અને પ્રસાદીનું આયોજન - Shani Jayanti Celebrations in Jamnagar

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details