ગુજરાત

gujarat

ETV Bharat / state

કોણ બનશે 'વાવનો વિજેતા', આવતીકાલે ખરાખરીનો જંગ, જાણો ઉમેદવારોના જીતના દાવા સાથે શું કહે છે મતદારો...

આવતીકાલે એટલે કે, 13મી નવેમ્બરે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ મળીને કુલ 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

વાવ વિધાનસભાની ચૂંટણી 2024
વાવ વિધાનસભાની ચૂંટણી 2024 (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 3:49 PM IST

Updated : Nov 12, 2024, 4:01 PM IST

બનાસકાંઠા: સોમવારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયાં બાદ ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 97 સંવેદનશીલ કેન્દ્ર મળી કુલ 321 મતદાન મથકો પર બુધવારે 13મી નવેમ્બરે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે.

13 નવેમ્બરે મતદાન: સવારે 7:00 વાગ્યેથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદારો મતદાન કરશે. આ વખતે વાવ વિધાનસભા બેઠક પર 3 લાખ 10 હજાર 775 મતદારો નોંધાયા છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈને સંપૂર્ણ કામગીરી કરવામાં પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન માટે 1250 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. જ્યારે 1500 જેટલા પોલીસ સ્ટાફ સાથે 08 પીઆઇ, 04 ડિવાઈએસપી અને 30 પીએસઆઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળશે. 23 નવેમ્બર પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે વાવની જનતાએ કોને વિજેતા બનાવ્યા છે, બીજી તરફ વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદારો ક્યાં મુદ્દાઓ પર મતદાન કરશે અને કેવો છે મતદારોનો મિજાજ તે જાણવાનો પણ ઈટીવી ભારતે પ્રયાસ કર્યો હતો..

કોણ બનશે 'વાવનો વિજેતા', 13 નવેમ્બરે ખરાખરીનો જંગ (Etv Bharat Gujarat)

વાવ વિધાનસભાની પેટાચૂંટણીની હાઈલાઈટ્સ

  • 3 લાખ 10 હજાર 775 મતદારો કરશે મતદાન
  • વાવ બેઠકમાં કુલ 321 મતદાન મથકો પર થશે મતદાન
  • 97 સંવેદનશીલ મતદાન મથક
  • સવારે 7 કલાકથી લઈને સાંજે 6 વાગ્યા સુધ મતદાન
  • 1250 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે
  • 1500 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત
  • 08 PI, 04 DYSP, 30 PSI સુરક્ષા વ્યવસ્થા સંભાળશે
  • ભાજપ, કોંગ્રેસ, અપક્ષ મળીને કુલ 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં
  • 23 નવેમ્બર વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ

ગુલાબ સિંહનો જીતનો દાવો:

વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પ્રચારના છેલ્લા દિવસે અમને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે, અને અમે બહુ જંગી મતોથી વિજય થશુ લોકોએ સારો સાથ સહકાર આપ્યો છે, અને આશીર્વાદ આપ્યા છે જ્યારે પરિણામના દિવસે સારી બહુમતીથી કોંગ્રેસ પાર્ટી જીતશે

ભાજપ-કોંગ્રેસ, અપક્ષ સહિત 10 ઉમેદવારો વાવના ચૂંટણી મેદાનમાં (Etv Bharat Gujarat)

ભાજપને જીતની આશા:

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમે ગામડે ગામડે ફરી અને પ્રચાર પ્રસાર કર્યો છે અને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. સારું એવું સમર્થન મળી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના કમળના બટનને જીતાડવા માટે અઢારે આલમ અમારી સાથે છે અને સો ટકા કમળને જીતાડશે.

કેવો છે વાવની જનતાનો મિજાજ: વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. બીજી તરફ વાવ વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મતદારો ક્યાં મુદ્દાઓ પર મતદાન કરશે અને કેવો છે મતદારોનો મિજાજ તે જાણવાનો પણ ઈટીવી ભારતે પ્રયાસ કર્યો હતો. જનતામાંથી પણ ભિન્ન પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે, કેટલાંક લોકોનો મૂળ ભાજપ તરફી છે, જ્યારે કેટલાંક લોકો કોંગ્રેસને વિજેતા બતાવી રહ્યાં છે.

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત (Etv Bharat Gujarat)

કોણ છે ગુલાબ સિંહ રાજપૂત ?:ગુલાબસિંહ સુઈ તાલુકાના અસારવા ગામના વતની છે, તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે અને વર્ષ 2019માં ગુલાબ સિંહ થરાદ બેઠક પર જીત્યા હતાં. ગુલાબ સિંહ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે તેમજ વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતાં.

અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ (Etv Bharat Gujarat)

કોણ છે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ:

વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ પહેલા 20 મુદ્દા અમલીકરણ હાય પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. માવજી પટેલ વર્ષ 1990 માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. થરાદ ખાતે એક વાર અપક્ષ પણ ચૂંટણી લડ્યા હતા જેમાં હાર થઈ હતી.

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર (Etv Bharat Gujarat)

સ્વરૂપજી ઠાકોરનો પરિચય

વાવ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો અપક્ષમાંથી માવજી પટેલ ભાજપ-કોંગ્રેસને કડક ટક્કર આપી રહ્યાં છે, કુલ 10 ઉમેદવારોએ વાવની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા. સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.

  1. વાવમાં કોનું મપાશે પાણી ?, ઈટીવી ભારતની ટીમે અપક્ષ-ભાજપના ઉમેદવારનો જાણ્યો મિજાજ
  2. ગેનીબેન ઠાકોરનું ભાભરમાં શક્તિપ્રદર્શન, ભાજપ પર પ્રહાર સાથે વાવની જનતા પાસે માગ્યા મત
Last Updated : Nov 12, 2024, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details