બનાસકાંઠા:બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર 13 નવેમ્બરે મતદાન યોજવાનું છે, પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ દ્વારા અંતિમઘડીનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે.
ત્યારે વાવ ખાતે કોંગ્રેસ દ્વારા મેઘવંશી સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, સુભાષિની યાદવ, બળદેવજી ઠાકોર,ચંદનજી ઠાકોર સહિત વાવ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વાવમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન (Etv Bharat Gujarat) મેવાણીએ કર્યો જીતનો દાવો: જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ દલિત સમાજને અપીલ કરી અને કહ્યું કે વાવમાં ગુલાબ ખીલવાનું છે અને વાવની ચૂંટણીમાં દલિતો નિર્ણાયક રોલ ભજવશે. વાવ બેઠક પર ૯૦ ટકા જેટલા દલિતો ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ સાથે રહેશે.
વાવમાં મેઘવંશી સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ (Etv Bharat Gujarat) મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહાર: મુકુલ વાસનિકે ભાજપને આડે હાથ લઈ અને બંધારણ બચાવવા 13મી તારીખે કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી, મુકુલ વાસનિક કહ્યું કે આ વખતે પ્રજા કોંગ્રેસની સાથે રહેશે દેશ અને રાજ્યમાં ભાજપના શાસનથી પ્રજાત ત્રસ્ત છે અને ગુલાબસિંહ રાજપુત અહીંથી વિજેતા બનશે. ભાજપને ટોણો મારતા વાસનીકે કહ્યું કે, મંત્રીઓ સહિત મુખ્યમંત્રી પણ ગામડે ગામડે ફરી રહ્યા છે પરંતુ એનાથી કોઈ ફરક નહીં પડે.
ગેનીબેન ઠાકોરનું સંબોધન: વાવ ખાતે યોજાયેલા મેઘવંશી સમાજના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સૂચક નિવેદન કરતા કહ્યું હતું કે, વાવનું આ ખેતર ગુલાબસિંહને કાયમ માટે લખી આપ્યું નથી, ત્રણ વર્ષ માટે ગીરવે આપ્યું છે, ત્રણ વર્ષ પછી જ્યાં જવું હોય ત્યાં જજો પછી રહેવા દેવું હોય તો રહેવા દેજો ત્રણ વર્ષ પછી ખેતર છૂટું કરી દઈશું. પછી આપણામાંથી કોઈ નવું નેતૃત્વ કરશે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે, મુકુલ વાસનિક સહિત જીજ્ઞેશ મેવાણી ભાજપ સરકાર પર સણસણતા પ્રહારો કર્યા હતા.
ભાજપના નેતાઓને શક્તિસિંહની ટકોર: શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સૌને ચૂંટણી માટે પ્રચાર કરવા આવવાનું જરૂર છે, પરંતુ આ ચૂંટણીમાં ભાજપનો અહંકાર તૂટે તે મહત્વનું છે, તો ગુલાબસિંહ રાજપૂતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને નાના નાના સમાજ મારી સાથે છે તેઓ દાવો પણ કર્યો. સાથે સાથે ભાજપના નેતાઓ ગામડે ગામડે ફરી રહ્યા છે એનાથી સંબંધના સ્થાપાય તેમની વચ્ચે રહેવું જરૂરી છે એમ પણ ભાજપના નેતાઓને ટકોર કરી હતી.
- ગેનીબેન ઠાકોરનું ભાભરમાં શક્તિપ્રદર્શન, ભાજપ પર પ્રહાર સાથે વાવની જનતા પાસે માગ્યા મત
- વાવ વિધાનસભા પેટા ચૂંટણી: રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પાઘડી ઉતારી માગ્યા મત, કહ્યું- '23 તારીખે ડિસ્કો કરીશું'