ગુજરાત

gujarat

ETV Bharat / state

Vapi News: વાપી નગર પાલિકાનું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ થયું

બુધવારે વાપી નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા વર્ષ 2023-24નુ સુધારેલ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Vapi Nagar Palika Budget 2024 25 151 CR Kashmira Shah 3 Lake Beautification

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2024, 6:55 PM IST

વાપી નગર પાલિકાનું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ થયું
વાપી નગર પાલિકાનું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ થયું

વાપી નગર પાલિકાનું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ થયું

વાપીઃ આજે વાપી નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું. આ સામાન્ય સભામાં નગર પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ચિફ ઓફિસર કોમલ ઘીનૈયા, IAS રાજેશ મોર્યા અને પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાપી સેવા સદનના હોલમાં સવારે 11:30 કલાકે સામાન્ય સભા મળી હતી.

પ્રમુખ કાશ્મીરા શાહની અધ્યક્ષતામાં મળી હતી સામાન્ય સભા

151 કરોડનું અંદાજિત બજેટઃવાપી નગર પાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2024-25નું 151 કરોડનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ સભામાં પાલિકા દ્વારા અગાઉ મળેલ સામાન્ય સભા અને કારોબારી સમિતિની નોંધને બહાલી આપવામાં આવી હતી. વર્ષ 2023-24નું 1,29,19,68,662 રૂપિયાના ખર્ચ વાળું અને 57,87,84,605 રૂપિયાની બંધ સિલક વાળા અંદાજિત બજેટને મંજૂર કરાવાયું હતું. તેમજ આગામી 2024-25નું 1,51,60,56,605 રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કર્યુ હતું.

અન્ય વિકાસકામોઃ આ સામાન્ય સભામાં નગરપાલિકા વિસ્તારમાં માર્કેટ/ક્ષેત્રફળ એરિયા આધારીત લાગુ કરવામાં આવેલ મિલ્કત વેરાના દરમાં દર બે વર્ષે કરાતા 10% વધારો મુલત્વી રાખવો, 3 તળાવના બ્યુટીફિકેશન માટે એજન્સી નિમણૂંક કરવી, કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી રોકવા સમિતિ રચવી જેવા નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા બાબતે તેને અનુરૂપ પ્રોજેકટ ના મળે ત્યાં સુધી તે મુલત્વી રાખવા જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિરોધ પક્ષે સમસ્યાઓ રજૂ કરીઃ આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાએ ટ્રાફિક, ફૂડ ઈન્સ્પેક્ટરની જરૂરિયાત, સ્ટ્રિટ લાઈટ, રસ્તા-ગટર વગેરે સમસ્યાઓનું નિરાકરણ સત્વરે લાવવા રજૂઆત કરી હતી. સામાન્ય સભામાં પાલિકાના 44 પૈકી 14 જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતાં. વિપક્ષી નેતાના આકરા પ્રશ્નોના જવાબો આપીને અધૂરા કામ વહેલા પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણ અપાઈ હતી. સામાન્ય સભામાં નવા આવેલા ચિફ ઓફિસર, IAS અધિકારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં વર્ષ 2024-25નું જે અંદાજિત બજેટ મંજુર કરવામાં આવ્યું છે. તેમાં 57,87,84,605 રૂપિયાની ઉઘડતી સિલક છે. વર્ષ 2024-25ની અંદાજિત આવક 93,72,72,000 રૂપિયા મળીને કુલ 1,51,60,56,605 રૂપિયાનું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2024-25 નો અંદાજિત ખર્ચ 1,29,52,80,000 રૂપિયા અંદાજયો છે. સાથે વર્ષ 2024-25માં બજેટની કુલ રકમ પૈકી 22,07,76,605 રૂપિયા બંધ સિલક રહેશે...કાશ્મીરા શાહ(પ્રમુખ, વાપી નગર પાલિકા)

  1. Rajkot News : રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ગાર્બેજ કલેક્શન ચાર્જમાં તોતિંગ વધારો મૂકાયો
  2. Budget 2024-25: આગામી બજેટને લઈને ભાવનગરના હીરા વેપારીઓએ રજૂ કરી આશા, અપેક્ષા અને આકાંક્ષા

ABOUT THE AUTHOR

...view details