ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી, સુરસાગરમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત - Vadodara Sursagar Lake incident

વડોદરાના પ્રખ્યાત સુરસાગર તળાવમાં વધુ એક વખત અસંખ્યા માછલીઓનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. જે અંગે એક જાગૃત મહિલા દ્વારા જણાવાયું કે, પહેલા ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હતો. જે હાલ બંધ છે. જેને લઇને મોટી સંખ્યામા માછલીઓનું મૃત્યુ થયું છે. જે બાદ આશ્ચર્યની વાત એ છે કે માછલીઓના મૃતદેહનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવ્યો છે. નદી પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસો સામે મૃત માછલીઓને નિકાલ કરતા લોકો વિચારતા થઇ ગયા છે, vadodra sursagar lake incident

સુરસાગર તળાવ
સુરસાગર તળાવ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 2:11 PM IST

સુરસાગર તળાવમાં વધુ એક વખત અસંખ્યા માછલીઓનું મૃત્યુ થયાની ઘટના બની (ETV Bharat gujarat)

વડોદરા: વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં વધુ એક વખત મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જેને લઇને આસપાસમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઉપરાંત વધુ એક વખત આવી ધટનાનું પુનરાવર્તન થયું છે. આ ઘટનાને લઇને તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. તો મૃત માછલીઓના દુર્ગંધને કારણે આસપાસના રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે તંત્રએ સત્વરે પગલાં લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

જાગૃત મહિલાએ ઉઠાવ્યા સવાલ: જાગૃત મહિલા નિતીક્ષા ભટ્ટે જણાવ્યું કે પહેલા ફિલ્ટર ચાલતું હતું તે હાલ બંધ છે અને જગ્યાઓ ખુલ્લી કરવી જોઇએ. માછલીઓને મેંદાની વસ્તુઓની જગ્યાએ ઘઉં કે બાજરીની વસ્તુઓ ખવડાવવી જોઇએ. તેનો પણ જીવ છે. જે દુર્ગંધ મારે છે, તેને લઇને સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. તંત્રએ ધ્યાન આપવું જોઈએ અને જીવદયા રાખવી જોઈએ. માછલીઓ પણ એક જીવ જ છે. આ સ્થિતીના કારણે લોકોને મુશ્કેલી પડી શકે છે.

વિશ્વામિત્રી નદીને કરી દૂષિત: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને તંત્રે દૂષિત કરી હોવાનું બહાર આવી રહ્યું છે. આ ઘટના સામે આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને મૃત માછલીઓને એકત્ર કરીને કોથળામાં ભરવામાં આવી હતી. આ મૃત માછલીઓ ભરેલા કોથળાનો વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. જેને લઇને તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરવા માટે તંત્ર કમર કસી રહ્યું છે, તો બીજી તરફ તંત્ર દ્વારા અહિંયા મૃત જીવોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ શહેરમાં ચચૉએ વેગ પકડ્યો છે કે તંત્ર કોઇ પગલાં લે છે કે નહિ તે જોવુંનું રહ્યું. અગાઉ પણ આવીને પરિસ્થિતિ સુરસાગર તળાવમાં સર્જાતી છત્તા તંત્ર કુંભકરણ નિંદ્રામાં હોય તેવું જણાઈ આવ્યું હતું.

  1. રાજકોટમાં હોર્ડિંગ્સ કેટલા જોખમી અને તંત્રએ આ દિશામાં કયાં પગલાં ભર્યા છે ? જાણો ETV BHARATના રિયાલિટી ચેકમાં - Rajkot Hoardings Issue
  2. ભાવનગર મનપાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભી, રજવાડા સમયની ડ્રેનેજ સિસ્ટમ ફરી શરૂ થશે, ખર્ચ 50 ટકા ઘટશે - Bhavnagar Pre monsoon work

ABOUT THE AUTHOR

...view details