વડોદરા : વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને ભારે વિવાદ ઉભો થયો હતો. જેને લઈને ભારતીય જનતા પાર્ટી એ રંજનબેન ભટ્ટની ટિકિટ આપ્યા બાદ તેઓએ નામ બદલીને યુવા વર્ગના નેતા એવા ડો.હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે અને તેઓને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા છે. પરંતુ તેઓની પસંદગી બાદ પણ આ વિવાદે પડ્યો નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં નાના મોટા વિવાદો હાલ પણ ચાલુ હોવાને કારણે વડોદરાની મુલાકાતે આવેલા પ્રભારી ગોરધન ઝડફિયાએ મહત્વની બેઠક બોલાવી હતી.
વડોદરા ભાજપનો ભડકો : ગોરધન ઝડફિયાએ ડેમેજ કંટ્રોલ પ્રક્રિયા હાથ ધરતા પક્ષના લોકોનો અસંતોષ ખાળવા કવાયત બેઠકમાં કરી હતી. વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેને લઇને ભાજપ દ્વારા લોકસભા બેઠક માટે ડો. હેમાંગ જોષી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા છે. ડો. હેમાંગ જોષી ભાજપની બીજી પસંદ છે. ભાજપની પહેલી પસંદગી હાલના સાંસદ રંજનબેન ભટ્ટ હતા. પરંતુ ટીકીટ મળ્યા બાદ તેમનો પ્રચંડ વિરોધ થતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ડો. હેમાંગ જોષીનો શરૂઆતમાં વિરોધ હતો. જો કે, આજે લોકસભાની ચૂંટણી અંગે મળેલી મહત્વની બેઠક બાદ તેઓનો ચૂંટણી પ્રચાર જામશે. બીજી તરફ કોંગ્રેસે હજી આ બેઠક ઉપર કોઈ ઉમેદવાર જ નક્કી કર્યો નથી.એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મોકળું મેદાન છે.
ચૂંટણી સંદર્ભે વ્યવસ્થા ગોઠવવા બેઠક યોજી : વડોદરાની મુલાકાતે આવેલા પ્રભારી ગોરધન ઝડફિયા જણાવ્યું હતું કે સોમવારે સવારથી વડોદરા લોકસભા વિસ્તારની વિધાનસભા સહ ચૂંટાયેલા અને સંગઠનના પ્રમુખ-મહામંત્રીની ચૂંટણી સંદર્ભે વ્યવસ્થાત્મક બેઠક યોજી છે. નોંધનીય છે કે, ઉપરોક્ત ઝડફિયાના નિવેદન બાદ ડો. હેમાંગ જોષીના એકલદોકલ વિરોધ તથા તેમના વિરૂદ્ધ ચાલતી અફવા અંત તરફ જતા જોવા મળી રહ્યા છે.
આ બેઠક કામકાજની બેઠક છે, ગ્રામીણ બેઠકનું કામ થઇ ગયા બાદ શહેરની બેઠકો ઉપરનું કામ હાથમાં લેવાયું છે. સંપર્ક વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર, ચૂંટણી સંદર્ભના વિષયોને લઇને બેઠક યોજાઇ રહી છે. જિલ્લા પંચાયત સીટ સ્તરની બેઠકો ચાલુ છે. પાર્ટીના આગામી કાર્યક્રમો અત્યારથી શરૂ કરીને મતદાન સુધીની વ્યવસ્થા ટોટલ વ્યવસ્થાત્મક બેઠક છે. ડેમેજ કંટ્રોલની વાત છે ત્યાં કોઇ અટકળ નથી,કંઈ પણ શંકાસ્પદ નથી, બધું સ્પષ્ટ છે. અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે...ગોરધન ઝડફિયા (ભાજપ પ્રભારી )
નાના મોટા વિરોધો :2024 વડોદરા શહેરની લોકસભાની બેઠકને લઈને વડોદરા શહેરનું ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ ગરમાયું હતું. એટલું જ નહીં, રંજનબેન બાદ પણ ડો.હેમાંગ જોશીનું નામની જાહેરતાની સાથે એકલ દોકલ વિરોધના બેનરો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે મતદારો પોતાનો મિજાજ કઈ તરફ વાળે છે એ આવનારા સમયમાં જ ખબર પડશે.
- વડોદરા લોકસભા બેઠક ઉપર વિવાદ બાદ ભાજપે ઉમેદવાર બદલ્યો, હવે યુવાન ડોક્ટર હેમાંગ જોશી લડશે ચૂંટણી - Vadodara Lok Sabha Seat
- બે ટર્મથી વડોદરા લોકસભાથી ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ, જાણો કેમ લોકસભા ચૂંટણી લડવાની દર્શાવી અનિચ્છા - Ranjanben Bhatt