20થી વધુ શ્રમિકોને ફૂડ પોઈઝનિંગની અસર (Etv Bharat Gujarat) વડોદરાઃ જાણવા મળતી માહિતી મુજબ વહેલી સવારમાં શ્રમિકો કામ ઉપર જતા હતા. તે દરમિયાન કોઈએ બટાકા પૌવા આપ્યા હતા. આ બટાકા પૌવા ખાધા બાદ 20 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ પૌઆ કોણે આપ્યા તે ખબર નથી પરંતુ તે ખાધા બાદ મજૂરોને અસર થઈ છે. આ તમામ શ્રમિકો છૂટક કામગીરી કરે છે. કયા રાજકીય પક્ષે આ પૌઆ ખવડાવ્યા તે ખબર નથી પરંતુ કોઈએ બટાકા પૌઆ ખવડાવ્યા તે ચોક્કસ છે.
તમામની તબિયત સ્થિર: આ ઘટનામાં સયાજી હોસ્પિટલમા શ્રમિકોને લાવવામાં આવ્યા છે જેમાં કેટલાક બાળકો પણ છે. આ તમને વોમેટિંગ અને પેટમાં બળતરા થાય છે. હાલમાં તમામની સારવાર સયાજી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. હાલમાં તમામની સ્થિતિ સારી હોવાનું તબીબો જણાવી રહ્યા છે, પરંતુ આ બટાકા પૌઆ કોણે ખવડાવ્યા તે તપાસનો વિષય છે.
20થી વધુ શ્રમિકોને ફૂડ પોઈઝનિંગની અસર (Etv Bharat Gujarat) બાળુ શુકલ પહોંચ્યા હોસ્પિટલઃ વડોદરા શહેરમાં પૌવા બટાકા ખાધા પછી થયેલા ફૂડપોઈઝનને લઈને સમગ્ર દર્દીઓને સયાજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. પરંતુ વડોદરાના દંડક બાળુ શુકલને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક દોડી આવ્યા હતા.
આ તમામ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જ્યાં મતદાન ચાલતું હતું ત્યાંથી પૌવા ખાધા હતા. જે પૈકી કેટલાક છોકરાઓને ઉબકા અને વોમેટિંગ થાય છે. જેમાં 20થી વધુ લોકો હતા. જેમાં નિઝામપુરા, ફતેગંજ વિસ્તારમાંથી પૌવા ખાધા હતા અને બાળકો સહિત અન્ય લોકોને અસર થઈ છે...ગીતાબેન(શ્રમિક, વડોદરા)
- Ahmedabad Food Poisoning : લગ્નનો જમણવાર પડ્યો ભારે, લગ્ન બાદ રાજપીપળાની જાન સીધી હોસ્પિટલ પહોંચી
- મહારાષ્ટ્રમાં ભારત ગૌરવ યાત્રા ટ્રેનના 40 મુસાફરોને ફૂડ પોઈઝનિંગ, તપાસની કરી માંગ