પરશુરામ રોયની અટકાયત (ETV Bharat) વડોદરા : પંચમહાલના જિલ્લા કલેક્ટર તરફથી મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવલા મેડીકલ એન્ટ્રન્સ માટેની નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના કૌભાંડ સુધી મામલો પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડમાં વડોદરાની રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયનો ચેટમાં ઉલ્લેખ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આ મામલે એસઓજી પોલીસ દ્વારા પરશુરામ રોયની તેની ઓફિસેથી જ અટકાયત કરવામાં આવી છે. આ કૌભાંડ અંગે તંત્ર આગળ ક્યાં પ્રકારની કાર્યવાહી કરશે તેના ઉપર સૌ મીટ માંડીને બેઠા છે. ફરિયાદ અનુસાર પરશુરામ રોય પાસેથી પરીક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ જેટલી માતબર રકમ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
એસઓજી પોલીસ એક્શનમાં આવી :મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ ખુલતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ ઉચ્ચ કક્ષાએથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના કૌભાંડના ચક્રો ગતિમાન થતાં આ મામલે વડોદરાના બેરોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયનું નામ ખુલવા પામ્યું હતું. સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધવામાંં આવી છે. ફરિયાદ અનુસાર વડોદરા એસઓજી પોલીસ એક્શનમાં આવી છે. અને પરશુરામ રોયની તેની ઓફિસમાંથી અટકાયત કરી લેવામાં આવી છે.
શિક્ષણમાં વધતા જતા છબરડા : દિવસેને દિવસે શિક્ષણને વ્યાપારમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે તેને લઈને દરેક શૈક્ષણિક વિભાગમાં વેપારને અનુલક્ષીને કૌભાંડ બહાર આવે છે. પરંતુ બાળકોના ભાવિ સાથે થતા ચેડાને લઈને તંત્ર પણ સજાગ બન્યું છે ત્યારે આ નીટની પરીક્ષાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
કૌભાંડમાં મારો કોઈ રોલ નથી પરશુરામ રોયે સંડોવણીનો ઇનકાર કરતાં જણાવ્યું કે આ કૌભાંડમાં મારો કોઈ રોલ નથી. ફરિયાદ નોંધાતા જ વડોદરા એસઓજી પોલીસના જવાનો શહેરના ગેંડા સર્કલ સ્થિત કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાંથી તેમની અટકાયત કરવામાં આવી છે. આખરી ઘડી સુધી તેઓ મીડિયાને જણાવતા રહ્યાં કે, પોતે નિર્દોષ છે અને આ વાત તેઓ સાબિત કરશે તથા તેમનો આમાં કોઇ રોલ નથી. આ મામલે અન્ય આરોપી તુષારભાઇ રજનીકાંત ભટ્ (રહે – રોયવીન, વેમાલી – વડોદરા) શહેરના હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ : જાણવા મળતી માહિતી મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
- નીટ પરીક્ષા 2024 એડમિટ કાર્ડ જારી થયાં, 5મેએ લેવાશે પરીક્ષા - NEET UG ADMIT CARD 2024
- સુપ્રીમ કોર્ટે નીટ પીજી 2022 કાઉન્સેલિંગ લઈ આ મહત્વનો લીધો નિર્ણય