ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ઘર જમાઈએ આડા સંબંધની શંકાએ પત્નીની હત્યા કરી! પોલીસે આરોપી પતિને દબોચ્યો - VADODARA CRIME

વડોદરાના સમા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પત્ની પર આડા સંબંધોની શંકા જતા પતિએ પત્નીની હત્યા કર્યાની માહિતી સામે આવી રહી છે.

આડા સંબંધની શંકાએ પતિ પર લાગ્યો પત્નીની હત્યાનો આરોપ
આડા સંબંધની શંકાએ પતિ પર લાગ્યો પત્નીની હત્યાનો આરોપ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 6:12 PM IST

વડોદરા: વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઘર જમાઇ તરીકે રહેતા એક શખ્સે પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પતિ આડા સંબંધોની શંકા કરતો હતો. જેને કારણે દંપતિ વચ્ચે અવાર-નવાર ઝઘડા પણ થતા હતા. પરંતુ આ વખતે ઝઘડો એટલો વકર્યો કે, પતિએ આવેશમાં આવી પત્નીના ગળે વાયરનો ટુંપો દઇને તેને મોતને ઘાટ ઉતારી દીધી. જેથી પિતાએ જમાઇ વિરૂદ્ધ સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો હતો.

અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધોની આશંકા:પતિ મંજીત ધિલ્લોએ ત્રણ વર્ષથી લવ મેરેજ કર્યા હતા. તે ઘર જમાઇ તરીકે રહેતો હતો અને પોતે ટ્રક ડ્રાઇવીંગ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની પૂર્ણિમાબેન એક પ્રાઇવેટ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. છેલ્લા બે વર્ષથી તેનો પતિ તેના ઉપર આડા સંબંધોની આશંકા વ્યક્ત કરતો હતો. બંને ઘરસંસારમાં અવરોધ ઊભો થતો હતો. આજે સવારે પૂર્ણિમાના પિતા શ્રીધર ભાઇ નોકરી ઉપર ગયા બાદમાં આ અંગે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મંજીતે તેની પત્ની પૂર્ણિમાને કેબલના વાયર વડે ગળે ટુંપો આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જેથી પૂર્ણિમાના પિતાએ વડોદરા શહેરના સમા પોલીસ ચોકી ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આડા સંબંધની શંકાએ પતિ પર લાગ્યો પત્નીની હત્યાનો આરોપ (Etv Bharat Gujarat)

બેભાન દીકરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાઈ:સમગ્ર ઘટનાક્રમને લઇને ACP બાંભણીયાએ જણાવ્યું કે, 'ફરિયાદી પિતા શ્રીધર ભાઇ ડિફેન્સ કોલોનીમાં રહે છે. તેમની દીકરી પૂર્ણિમા અને જમાઇ મંજીત ધિલ્લોન પોતાની જોડે રહે છે. 12, ડિસે.ના રોજ જમાઇએ તેની દીકરીને ગળે ટુંપો આપીને હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પિતા જ્યારે નોકરીએથી ઘરે આવે છે ત્યારે દીકરી બેભાન અવસ્થામાં પોતાના રૂમમાં પડી હતી. જે જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બેભાન દીકરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી.'

ઘર જમાઈ પર હત્યાની શંકા:વધુમાં તેમણે ઉમેર્યું કે, 'આરોપીને બાતમી રાહે તેને બોલાવીને તેને વિશ્વાસમાં લઇને તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, હું તો હતો જ નહીં. પરંતુ દીકરીના પિતાએ કહ્યું કે, તે (હત્યારો) રાત્રે ત્યાં આવ્યો હતો. તેમણે બારણું ખોલ્યું હતું. સવારે તે નાસી ગયો હતો. જે તે વખતે શ્રીધર ભાઇએ જોયું ત્યારેલ દીકરી બેભાન અવસ્થામાં પડેલી હતી. તેમની દીકરી પર કોઇ પણ જાતના ઘરેણા ન હતાં. આ અંગે આરોપીને બોલાવીને તેની તપાસ કરતા તેના ખીસ્સામાંથી બુટ્ટી, વિંટી અને મંગળસુત્ર મળી આવ્યું હતું. ગળે કેબલ વાયરનો ટુંપો દઇને હત્યા કરી દીધી હતી. શંકા પાક્કી થવાથી જમાઇ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

તેઓએ જણાવ્યું કે,'શરૂઆતમાં શ્રીધર ભાઇને હત્યા અંગેની આશંકા ન ગતી, પરંતુ મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાતા ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું કે, મૃતકને ગળે કસીને ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. અને બાદમાં ફરિયાદીની શંકા પાક્કી થવાથી તેમણે તેમના જમાઇ વિરૂદ્ધમાં ફરિયાદ નોંઘાની હતી.'

ACP બાંભણીયાનું નિવેદન:ACP બાંભણીયાએ જણાવ્યું કે, 'ફરિયાદી પિતા શ્રીધર ભાઇ ડિફેન્સ કોલોનીમાં રહે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, તેમની દીકરી પૂર્ણિમા અને જમાઇ મંજીત ધિલ્લોન પોતાની જોડે રહે છે. 12, ડિસે.ના રોજ જમાઇએ તેની દીકરીને ગળે ટુંપો આપીને હત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. દીકરી બેભાન અવસ્થામાં પોતાના રૂમમાં પડી હતી, ત્યારે પોતાના રૂટીન કાર્ય મુજબ શ્રીધરભાઇ પોતાની નોકરી પર જતા રહ્યા હતા. બપોરે આવીને જોયું તો દીકરી બેભાન અવસ્થામાં પડી હતી. જમાઇ આગલી રાત્રે એક વાગ્યાના આરસામાં ઘરે આવ્યો હતો. ત્યાર બાદ તે ક્યાંય નજરે પડ્યો ન હતો. બાદમાં બેભાન દીકરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.'

આ પણ વાંચો:

  1. મોરબીના અણીયારી ગામે મળ્યો મૃતદેહ, તાલુકા પોલીસે બે આરોપીને દબોચ્યા
  2. ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી

ABOUT THE AUTHOR

...view details