વડોદરા:ગર્ભ શ્રીમંત અને જેમનામાં દેશનું હિત તેમજ નાનામાં નાના માણસ માટે સંવેદનશીલ એવા રતન ટાટાના દશવિધે મહિ-રેવા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના અગ્રણી કર્મકાંડી બ્રાહ્મણ હસમુખ પાઠક દ્વારા આજે રતન ટાટાનું પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરવામાં આવ્યું હતું. હસમુખ પાઠક શહેરના ઓએનજીસી સામે આવેલા ઈ-4 લકી એપાર્ટમેન્ટમાં રહે છે. રાષ્ટ્રપ્રેમી એવા રતન નવલ ટાટાના દુઃખદાયી અવસાન થતા પ્રભુ તેઓના આત્માને શાંતિ અને સદગતિ આપે તેમજ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તે માટે તેમણે રતનજીનું શ્રાધ્ધ કસ્તુ હતું. ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુજીને પણ પ્રાર્થના કરી હતી.
આ મુદ્દે વાત કરતાં હસમુખ પાઠકે જણાવ્યું હતું કે તેઓ આગામી ફેબ્રુઆરીમાં બિહારના ગયા ખાતે પિતૃશ્રાધ્ધ કરવા માટે પણ જવાના છે.
રતન ટાટાના મોક્ષાર્થે પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરતા કર્મકાંડી બ્રાહ્મણ હસમુખ પાઠક (Etv Bharat Gujarat) 1980ના દાયકાની યાદ અપાવી:હસમુખ પાઠકે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "1980ના સમયમાં વેકેશન હોવાથી હું મુંબઈમાં મારી બહેનના ઘરે ફરવા ગયો હતો. તે દરમિયાન એક દિવસ સ્થાનિક દૈનિક અખબારમાં "એક શામ રામ કે નામ" ની જાહેરાત વાંચી તો મને જવાનું મન થયું. અને હું ગોરેગાંવના એક હોલમાં સાંજે પહોંચી ગયો. આ કાર્યક્રમમાં પૂ.મોરારી બાપુ અને ગુજરતના જાણીતા અને માનીતા નેતા મોરારજી દેસાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા. હું હોલ ઉપર પહોંચ્યો તે જ સમયે ગાડીઓનો કાફલો આવ્યો સાથે પોલીસની પણ ગાડીઓ આવી. હું નેતાઓની સાથે જ હોલમાં પહોચી ગયો પણ અન્ય શ્રોતાઓની સાથે બેસવાની જગ્યા નહોતી અને રસ્તો જાણતો ન હોવાથી હું સીધો જ સ્ટેજ ઉપર ભૂલથી પહોંચી ગયો."
રતન ટાટાના મોક્ષાર્થે પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કરતા કર્મકાંડી બ્રાહ્મણ હસમુખ પાઠક (Etv Bharat Gujarat) રતન ટાટા સાથેની ભેટ: "ત્યારે ત્યાં ભારતીય બેઠકમાં બેસવાનું હતું. મોરારજી દેસાઈ, મોરારી બાપુ અને રતન ટાટાએ પોતાનું સ્થાન મેળવી લીધું હતું. તે દરમિયાન સિક્યોરિટી ગાર્ડે મારી પાસે આવીને કહ્યું કે, 'તું નીચે ઉતાર જા ઓર હોલ મેં એક સાઈડ મેં ખડે હો જા.' આ સમયે રતન ટાટાએ પેલા સિક્યોરિટી ગાર્ડને કહ્યું હતું કે, 'ઈનકો મેરી બાજુ મેં બૈઠને દો ઈતની ભીડ મેં કહા જાયેગા?' આમ સ્વર્ગીય રતન ટાટાએ કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી મને તેમને તેમની બાજુમાં બેસાડ્યો હતો."
કુટુંબના સભ્યો અચંબામાં પડી ગયા: વધુમાં જણાવતા હસમુખ પાઠકે જણાવ્યું કે, "ગોરેગાંવનાએ કાર્યક્રમ સમયે હું તેઓને (રતન ટાટા) ઓળખાતો પણ ન હતો. બીજે દિવસે સવારે સ્થાનિક દૈનિક અખબાર "એક શામ રામ કે નામ"નો ફોટો છપાયેલો ત્યારે મારા બહેન બનેવી એ મને કહ્યું કે, 'તું ગઈ કાલે મોરારજી દેસાઈ અને રતન ટાટાની સાથે મોરારી બાપુના કાર્યક્રમમાં ગયો હતો તેનો ફોટો આજે શહેરના જાણીતા અખબારમાં છપાયેલો છે.' આ સમયે હું વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
આમ, ન જાણતા હસમુખ પાઠકને કોઈક રીતે રતન ટાટાના બાજુમાં તેમના સાંનિધ્યમાં બેસવાની તક મળી હતી. જે સમયને યાદ કરીને હસમુખ પાઠક ધન્યતા અનુભવે છે. અને તે સમયની યાદગીરીને મનમાં રાખી તેમણે રતન ટાટાનું પિંડદાન કરીને દશવિધ શ્રાધ્ધ કર્યું છે.
આ પણ વાંચો:
- જામનગર: રતન ટાટાને જામ સાહેબ દ્વારા આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ
- નવસારીમાં વરસાદ બાદ આકાશમાં ચમકી વિજળી: નયનરમ્ય આકાશી દ્રશ્યોનો વિડીયો થયો વાઇરલ