Etv Bharat Gujarat (Etv Bharat Gujarat) મોરબીઃ અમેરિકામાં આયાત કરાતી ભારતીય ટાઈલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવામાં આવશે તો મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડશે. ડ્યુટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 માસમાં થઈ શકે છે. જોકે આ રજૂઆત બાદથી નવા ઓર્ડરની ઈન્ક્વાયરીમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું સિરામિક વેપારીઓએ જણાવ્યું હતું.
1600 કરોડની ટાઈલ્સ એક્સપોર્ટઃ મોરબીના સિરામિક ઉદ્યોગે ગત વર્ષે અંદાજે 1600 કરોડની ટાઈલ્સ અમેરિકામાં એક્સપોર્ટ કરી હતી. આ અંગે સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભારતીય ટાઈલ્સની માંગ સારી હોવાથી નિકાસ વધી છે. કોઈપણ દેશમાં સ્થાનિક બજાર કરતા નીચા ભાવે આયાત કરવામાં આવે તો તે ચીજવસ્તુ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવતી હોય છે.
800 ટકા ડ્યુટીઃ અમેરિકાના ઉત્પાદકોએ મોરબીમાં બનતી ટાઈલ્સ પર ડ્યુટી લગાવવા રજૂઆત કરી છે. જેની તપાસ ચાલી રહી છે. જેમાં ભારતીય ઉત્પાદકો ક્યા ભાવે નિકાસ કરે છે અને ભારતમાં શું ભાવે વેચાણ થાય છે તે વિગતો તપાસી બાદમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવશે. જોકે 800 ટકા ડ્યુટી લગાવવા માટે રજૂઆત કરવામાં આવી છે તે કેટલી લગાડાય છે તે જોવું રહ્યું. પણ જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગે તો મોરબીનો સિરામિક ઉધોગ મોટી ફટકો સહન કરવો પડશે તે વાત નકારી શકાય નહી. જેના માટે ઉધોગકારો કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી યોગ્ય પગલા માટેની માંગ કરશે.
અમેરિકાના ઉત્પાદકોએ મોરબીમાં બનતી ટાઈલ્સ પર ડ્યુટી લગાવવા રજૂઆત કરી છે. જેની તપાસ ચાલી રહી છે. જેમાં ભારતીય ઉત્પાદકો ક્યા ભાવે નિકાસ કરે છે અને ભારતમાં શું ભાવે વેચાણ થાય છે તે વિગતો તપાસી બાદમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવશે. જોકે 800 ટકા ડ્યુટી લગાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો આ થશે તો મોરબીનો સિરામિક ઉધોગ મોટી ફટકો સહન કરવો પડશે...મુકેશ કુંડારિયા(પ્રમુખ, મોરબી સિરામિક એસોસીએશન)
- મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ મોંઘો પડ્યો
- સિરામિક ઉદ્યોગના પ્રશ્નોને લઈને CM પટેલ સાથે હોદેદારોની મુલાકાત