રાજકોટ:ઉપલેટાની HDFC બેન્કમાં ખોટા બિલો અને ડોક્યુમેન્ટ રજૂ કરી લાખો રૂપીયાની લોન મેળવી લોન નહીં ભરેલ તેમજ શરતોનું પાલન નહીં કરતા HDFC બેન્કના રિજનલ મેનેજર દ્વારા ઢાંક ગામના નવ વ્યક્તિઓ સામે છેતરપિંડી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીછે. જેમાં આ છેતરપિંડીમાં બેંક મેનેજર દ્વારા પુરૂષો તેમજ મહિલાઓ સહિત નવ જેટલા વ્યક્તિઓના નામની ભાયાવદર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉપલેટા HDFC બેંક સાથે લાખોની છેતરપિંડી, નવ વ્યક્તિઓ સામે ફરિયાદ - FRAUD WITH HDFC BANK
પશુ પાલકોને મળતી લોન માટે બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરી ઉપલેટા HDFC બેંક સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી. ઢાંક ગામના પુરૂષો અને મહિલાઓ સહિત નવ વ્યક્તિઓ સામે નોંધાવાઈ છેતરપિંડીની પોલીસ ફરિયાદ. FRAUD WITH HDFC BANK
Published : Jun 10, 2024, 1:54 PM IST
|Updated : Jun 10, 2024, 4:16 PM IST
પશુ સંબંધિત પશુપાલકોને મળતી લોન અંગે છેતરપિંડીં: આ બાબતના ફરિયાદી અને HDFC બેન્કના રિજનલ મેનેજર કેતનભાઇ જગદીશચંદ્ર દવે દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિઓ HDFC બેન્કની ઉપલેટાની શાખામાં ગ્રાહક બની પશુ ખરીદવા માટે તેમજ પશુ સંબંધિત પશુપાલકોને મળતી લોન મેળવવા માટેની અરજીઓ કરી તેમની સાથે દૂધની આવક અંગેના દાખલાઓ તેમજ અલગ-અલગ દૂધની ડેરીઓ ખાતેથી બનાવટી ડોક્યુમેન્ટ મેળવી અને ખોટી માહિતીઓ આપી બનાવટી ડોક્યુમેન્ટને ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી લોન મેળવી હતી. બેંકને લોનની રકમ નહીં ચૂકવતા તેમજ લોનના એગ્રીમેન્ટની શરતોનું પાલન નહીં કરતા બેન્ક દ્વારા આપવામાં આવેલી કુલ રૂપિયા 64,66,449/- ના નાંણાની રકમ નહીં ચૂકવતા બેંક સાથે છેતરપિંડી કરી હતી.
નવ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી: આ મામલાની અંદર HDFC બેન્કના મેનેજર દ્વારા નોંધાવેલી પોલીસ ફરિયાદમાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામના મહાવીરસિંહ ગોગુભા વાળા, રમેશભાઈ કાનભાઈ કરોતરા, ભીખાભાઈ પુંજાભાઈ ભારાઈ, હીરાભાઈ ધાનાભાઈ ભારાઈ, ભીખુભાઈ મંગળુભાઈ ભીખુભાઈ માલા, મધુબેન હરસુરભાઈ માકડ, ભીખાભાઈ ચનાભાઈ કરોતરા, ટમુબેન ભીખાભાઈ કરોતરા અને રંજનબેન ભાણાભાઈ ડાંગર સહિત નવ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં પોલીસે પુરૂષો તેમજ મહિલાઓ સહિત નવ વ્યક્તિઓ સામે I.P.C. કલમ 406, 420, 465, 468, 471 મુજબ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.