ગુજરાત

gujarat

ETV Bharat / state

મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો આગરા-લખનૌ એક્સપ્રેસ વે, કાર અને બસની ટક્કરમાં 6ના મોત,45 ઘાયલ - Accident on Agra Lucknow Express - ACCIDENT ON AGRA LUCKNOW EXPRESS

ઈટાવામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અને બસ વચ્ચે ભયાનક અથડામણ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, આ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેઓને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. accident Car and sleeper bus collision

ઈટાવામાં મોટી માર્ગ દુર્ઘટના
ઈટાવામાં મોટી માર્ગ દુર્ઘટના (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 4, 2024, 9:27 AM IST

લખનૌઃઈટાવામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કાર અને સ્લીપર બસ વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. જેના કારણે કાર એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 45 જેટલાં લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ ચીસોના કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોની મદદથી પોલીસે ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલ્યા હતાં.

શનિવારે મધ્યરાત્રિએ ઇટાવાના આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક કારની સ્લીપર બસ સાથે ભયાનક અથડામણ થઈ હતી. કાર એક્સપ્રેસ વે પરથી નીચે પડી હતી જ્યારે સ્લીપર બસને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર 3 અને બસમાં સવાર 3 સહિત કુલ 6 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં બંને વાહનોના કુલ 45 લોકો ઘાયલ થયા હતા.

જ્યારે ચીસો સંભળાઈ ત્યારે પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને વાહનોમાંથી બહાર કાઢ્યા અને સૈફઈ મેડિકલ કોલેજમાં મોકલ્યા. ઇટાવાના એસએસપી સંજય કુમારે જણાવ્યું કે અકસ્માત કેવી રીતે અને કયા સંજોગોમાં થયો તે હજુ સ્પષ્ટ નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયાનું જણાવ્યું હતું.

  1. ટ્રક ડિવાઈડર કુદીને દુકાનમાં ઘુસી ગઈ, 1 પોલીસકર્મીનું મોત, ડાંગના સાપુરતારા પાસે 4 દિવસમાં બીજો અકસ્માત - truck accident in dang
  2. કવર્ધામાં 19 બેગા આદિવાસીઓના મોતથી શોકનું મોજું, રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત રાજનેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ - Road Accident in Chhattisgarh

ABOUT THE AUTHOR

...view details