ગુજરાત

gujarat

ETV Bharat / state

કાયદા અને ન્યાય કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલ પાલીતાણા પોહચ્યા: ચાતુર્માસ નિમિતે કાર્યક્રમમાં આપી હાજરી - Arjunram Meghwalji in Palitana - ARJUNRAM MEGHWALJI IN PALITANA

ભાવનગર જિલ્લાનું પાલીતાણા જૈન તીર્થનગરી હાલ ધાર્મિક માહોલમાં ફેરવાયેલી છે. ચાતુર્માસ નિમિતે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે કાયદા અને ન્યાય કેન્દ્રિયમંત્રી અર્જુનરામ મેઘવાલ પાલીતાણા આવી પહોંચ્યા હતા અને ઉત્સવના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. જાણો. Arjunram Meghwalji in Palitana

કાયદા અને ન્યાય કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલજી પાલીતાણા પોહચ્યા
કાયદા અને ન્યાય કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલજી પાલીતાણા પોહચ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 10:11 PM IST

Updated : Sep 5, 2024, 10:54 PM IST

મંત્રીજી સાથે આ સમયે મહારાજ સાહેબે હાજરી આપી મંત્રીજી સાથે વાર્તાલાપ કર્યો (Etv Bharat Gujarat)

ભાવનગર: જિલ્લાનું પાલીતાણા જૈન તીર્થ મહાનગરીમાં હાલ પર્યુષણના સમયને પગલે અનેક ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે દેશના કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલ પાલીતાણાના સાનિધ્યમાં આવી પહોંચ્યા હતા. સિદ્ધત્વ સ્પર્શના ઉત્સવમાં ભાગ લેવા માટે કાયદા અને ન્યાય મંત્રીએ હાજરી આપી હતી.

કાયદા અને ન્યાય કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલજી પાલીતાણા પોહચ્યા (Etv Bharat Gujarat)

એરપોર્ટ પર પહોંચ્યા બાદ રોડ મારફત પાલીતાણા પોહચ્યા:દેશના કેન્દ્રીય કક્ષાના કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રોડ મારફતે કારમાં બેસીને જૈન તીર્થનગરી પાલીતાણા પહોંચ્યા હતા. જ્યાં અંકિબાઈ ઘમંડીરામજી જૈન ધર્મશાળામાં ગોવાણી પરિવાર દ્વારા આયોજિત સિદ્ધત્વ સ્પર્શના ઉત્સવમાં અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. આ દરમિયાન અનેક મહારાજ સાહેબોની ઉપસ્થિતિમાં અર્જુનરામ મેઘવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાયદા અને ન્યાય કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલજી પાલીતાણા પોહચ્યા (Etv Bharat Gujarat)

તિલક કરી ફુલહાર બાદ સ્વાગત કરાયું: હાલમાં પર્યુષણનો સમય ચાલી રહયો છે ત્યારે જૈન ધર્મમાં ધાર્મિક કાર્યક્રમો થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં સિદ્ધત્વ સ્પર્શના ઉત્સવમાં આવેલા કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલનું તિલક કરીને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ નિમિતે આરાધકોની આરાધના પણ ચાલતી હોય છે. મંત્રીજી સાથે આ સમયે મહારાજ સાહેબે હાજરી આપી મંત્રીજી સાથે વાર્તાલાપ કર્યો હતો. જો કે જાહેર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીની હાજરીથી રાજકીય હલચલ જરૂર જોવા મળી હતી.

આ પણ વાંચો:

  1. અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકનો જીવ: સાપ કરડ્યો પણ હોસ્પિટલની જગ્યાએ લઈ ગયા મહારાજના મંદિરે - Superstition took the child life
  2. ડાંગનું ઘરેણું બીજુબાલા પટેલ: ડાંગ જિલ્લાને 64 વર્ષ બાદ મળ્યું રાજ્ય પરિતોષિકનું સન્માન - Dang district gets state award
Last Updated : Sep 5, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details