સુરત : શહેરમાં બે સગા ભાઈઓએ એક સાથે જિંદગી ટૂંકાવી છે. રત્ન કલાકાર તરીકે કામ કરતા બંને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા આ બંને રત્નકલાકાર ભાઈઓએ હોમ લોન લીધી હતી. આત્મહત્યા કરવા પાછળના કારણો અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે.
સગા ભાઈઓએ જીવન ટૂંકાવ્યું :સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા હિરેન સુતરીયા અને પરીક્ષિત સુતરીયા રત્ન કલાકાર તરીકે કામ કરે છે. આ બંનેએ કોઈ કારણોસર અનાજમાં નાખવાની દવા પીને એકસાથે આત્મહત્યા કરી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં સારવાર દરમિયાન બંને ભાઈનું મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ સારવાર દરમિયાન બંને ભાઈનું મોત નીપજ્યું હતું.
આત્મહત્યાનું કારણ શું ?અમરોલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને ભાઈ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા. તેઓએ હોમ લોન લીધી હતી. હાલ પરિવારના સભ્યો આ શંકા વ્યક્ત કરી રહ્યા છે કે લોનના હપ્તા ન ભરી શકવાના કારણે બંને ભાઈઓએ આ પગલું ભર્યું હશે.
રત્ન કલાકાર હતા સુતરીયા બંધુ :મૃતકોના સંબંધી મનીષ સુતરીયાએ જણાવ્યું હતું કે, હિરેન અને પરીક્ષિત્તે અમને કંઈ પણ જણાવ્યું ન હતું. તેઓ કયા કારણસર આ પગલું ભર્યું છે તે પણ અમને ખબર નથી. પોતાના ઘરે જ બંનેએ આપઘાત કરી લીધો છે. તેમની પત્ની અને માતા સાથે જ રહે છે. જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમને પણ વિશ્વાસ નહોતો થયો. તેઓએ હોમ લોન લીધી હતી. બંને અલગ અલગ હીરાના કારખાનામાં રત્ન કલાકારની નોકરી કરતા હતા.
પોલીસ તપાસ : અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પી. પી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, બંને રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગેની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ. બંનેની નોકરી પણ ચાલી રહી હતી. અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અમે પરિવારના સભ્યો અને કારખાનેદારોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરીશું.
- Surat Suicide : પાલ વિસ્તારમાં 51 વર્ષીય શખ્સે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો કર્યો ઉલ્લેખ
- Surat Suicide: સુરતમાં બે રત્નકલાકારોએ જીવન ટુંકાવ્યું, પરિવાર શોકમાં ગરકાવ