ડાકોરઃસુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમ્યાન સાંજી રંગોળી પુરાવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષના સોળે સોળ દિવસ પિતૃઓના મોક્ષ માટે ભગવાન રણછોડરાયજી સન્મુખ સાંજી રંગોળી સજાવવામાં આવે છે. જેમાં ભગવાન કૃષ્ણની વિવિધ લીલાઓ આબેહૂબ કંડારવામાં આવે છે. મંદિર દ્વારા નિયુક્ત ત્રિવેદી પરિવાર છેલ્લા 70 વર્ષથી મંદિરમાં સાંજી સજાવે છે.
શ્રાદ્ધ પર્વમાં સાંજી રંગોળીની પરંપરા (Etv Bharat Gujarat) ભગવાનની વિવિધ લીલાઓ આબેહૂબ કંડારાય છે
શ્રાદ્ધ પક્ષના સોળે સોળ દિવસ મંદિરમાં રણછોડરાયજી ભગવાન સન્મુખ શ્રીકૃષ્ણના જીવનની રાસલીલા, નાગ દમન, મધુવન, પૂતનાવધ, કંસ વધ જેવી વિવિધ જીવનલીલાઓ રંગબેરંગી કલરથી આબેહૂબ કંડારવામાં આવે છે. મંદિરમાં બપોરના સમયે 4 વાગે ઉત્થાપન આરતી પહેલા આ રંગોળી તૈયાર કરવામાં આવે છે. ભગવાન સન્મુખ રંગોળી કરી ભગવાનને લીલાઓ યાદ કરાવાય છે. જેથી તમામ પિતૃઓને ભગવાન તેમની શરણમાં લે છે. પિતૃઓને મોક્ષ મળે છે. તેથી મંદિરમાં પરંપરાગત રીતે લગભગ બસો વર્ષથી સાંજી રંગોળી સજાવાય છે.
શ્રાદ્ધ પર્વમાં સાંજી રંગોળીની પરંપરા (Etv Bharat Gujarat) ગોમતી તળાવમાં વિસર્જન
સોળ દિવસ સુધી ભગવાનના અલગ અલગ સ્વરૂપ સજાવાય છે. સોળમે દિવસે ધામધુમથી વિસર્જન યાત્રા યોજાય છે. સાંજીની સામગ્રી છાબડીમાં એકત્ર કરી મંદિરના ભંડારી મહારાજ તેમજ સેવકો સાથે યાત્રા ગોમતી તળાવે પહોંચે છે. પૂજા વિધી કરી પવિત્ર ગોમતી તળાવમાં વિસર્જન કરવામાં આવે છે.
શ્રાદ્ધ પર્વમાં સાંજી રંગોળીની પરંપરા (Etv Bharat Gujarat) શ્રાદ્ધ પક્ષમાં સોળે સોળ દિવસ ભગવાન સન્મુખ સાંજી પુરાય છે: સાંજી સજાવનાર
રણછોડરાયજી મંદિરમાં સાંજી સજાવનાર સ્મિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રાદ્ધ પક્ષમાં સોળે સોળ દિવસ ભગવાન રણછોડરાયજી સન્મુખ સાંજી પુરવામાં આવે છે. તેનું ખૂબ મહત્વ છે. તેમાં ભગવાનના જીવનની લીલાઓ દર્શાવવામાં આવે છે. પૂતનાવધ, મઘુવન જેવી અલગ અલગ ભગવાનની લીલાઓ દર્શાવવામાં આવે છે. પિતૃઓના મોક્ષ માટે તેનું મહત્વ રહેલું છે. સિત્તેર વર્ષથી સાંજી પુરીએ છીએ પહેલા દાદા પછી પપ્પા અને હવે હું સાંજી પુરૂ છું.
શ્રાદ્ધ પર્વમાં સાંજી રંગોળીની પરંપરા (Etv Bharat Gujarat) - વીરપુરની નદીમાં વૃદ્ધા તણાઈ, શોધખોળ બાદ મળ્યો 85 વર્ષીય મહિલાનો મૃતદેહ - rajkot news
- ઉંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાનના પ્રમુખ પદે ચોથીવાર બાબુભાઈ પટેલની નિમણુક - Unjha Umiya Mataji Mandir Sansthan