ગાંધીનગર: માખી-મચ્છરથી ફેલાતો આ રોગ બાળકોનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે આ વાયરસથી બાળકોના મોતનો આંકડો પણ સતત વધી રહ્યા છે. જેમાં અત્યાર સુધી ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 148 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠામાં 15, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 6, મોરબીમાં 6, ગાાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબદરમાં 1, પાટણમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 શંકાકાસ્પદ કેસો મળેલ છે.
કુલ 56 કેસ પોઝીટીવ: કુલ 148 કેસો પૈકી સાબરકાંઠામા 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 4, મહેસાણામાં 5, રાજકોટમાં 3, સરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 3, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, અમદાવાદમાં 1, પોરબંદરમાં 1 તેમજ પાટણમાં 1 જીલ્લા અને કોર્પોરેશનમાંથી ચાંદીપુરાના કુલ 56 કેસ પોઝીટીવ મળેલ છે.
કુલ 61 દર્દીઓનું મૃત્યુ:ગુજરાત રાજ્યના ઉપરોક્ત 148 કેસો પૈકી સાબરકાંઠામાં 04, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1 એમ કુલ 61 દર્દીઓ મત્યુપામેલ છે.