સુરત:જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે ઘરેલું હિંસાના લીધે એક પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના વાંકલ ગામે બેકરીનો વ્યવસાય કરતા મુસ્લિમ પરિવારની વહુએ આપઘાત કર્યો છે.
પરિણીતાએ એસિડ પીને આત્મહત્યા કરી: મુસ્લિમ પરિવાર પર તેમના ઘરની વહુ પર માનસિક અને શારીરિક ત્રાસ અપાયાનો આરોપ છેે. પરિવારના ત્રાસથી કંટાળીને પરિણીતાએ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે માંગરોળ પોલીસે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાસરિયાંના ત્રાસથી કંટાળી મુસ્લિમ પરિણીતાએ આપઘાત કર્યો (etv bharat gujarat) પરિણીતાને ત્રાસ આપ્યાનો આરોપ:વાંકલ ગામે સાસરીમાં રહેતી અને મૂળ ઉત્તન ગામ મુંબઇની મેહરાજના માંગરોળના વાંકલ ગામે લગ્ન થયા હતા. જોકે લગ્નનાં થોડા સમય સુધી સાસરિયા પક્ષે પરિણીતાને સારી રીતે રાખી હતી ત્યારબાદ તેને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું. ત્યારબાદ સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને ઘરકામ બાબતે મેણા-ટોણા મારી હેરાન પરેશાન કરી અપશબ્દો બોલતા હોવાનો આરોપ છે.
3 આરોપીઓ સામે પોલીસ કેસ: સાસરિયાઓએ હેરાનગતિ ચાલુ રાખતાં કંટાળેલી પરિણીતા મેહરાજે અંતે એસીડ ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. વધુમાં બહેનના અકાળે મોતની જાણ મુંબઇ ખાતે રહેતા પરિણીતાના ભાઈ આમીરને થતા તે વાંકલ ગામે પહોંચ્યો હતો. જે બાદ તેણે સાસરીયાઓ સામે આરોપો મુકી માંગરોળ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. હાલ પોલીસે પરિણીતાના સાસરિયા પક્ષના જેઠ ઈશાક ઇસ્તીયાક પઠાણ, જેઠ અફસર કલ્લુ ઇસ્તીયાક પઠાણ, જેઠાણી કૌસર ઉર્ફે મોટો અફસર પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતાના ભાઇએ પોલીસ ફરિયાદ કરી:માંગરોળ પોલીસ મથકના પીઆઇ એમ.એચ સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતક મહિલાનું સાસરીયું માંગરોળ તાલુકાનું વાંકલ ગામ હતું. તેણે પરિવારના મ્હેણા-ટોણા સાંભળીને એસિડ પી આપઘાત કર્યો છે. તેના સાસરિયાઓ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા તેવી ફરિયાદ મૃતક મહિલાના ભાઈએ માંગરોળ પોલીસ મથક ખાતે નોંધાવી છે. જે ફરિયાદના આધારે 3 વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ જાણો:
- MLA ચૈતર વસાવા સામે રાયોટિંગના ગુનામાં શું થઈ કાર્યવાહી? SP પ્રશાંત સુંબેએ આપી આ જાણકારી - Rioting case on MLA Chaitar Vasava
- હિન્દુ ધર્મની રક્ષા માટે શનિવાર-મંગળવારે શેરી-ગલીઓમાં સમૂહમાં હનુમાન ચાલીસા ગાવ: પ્રવીણ તોગડિયા - Dr Pravin Togadia