અમદાવાદઃઆજરોજ અનંત ચતુર્થી એટલે કે ગણપતિ વિસર્જનનો દિવસ છે ત્યારે સમગ્ર દેશભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ભગવાન ગણેશની પ્રતિમાઓને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવેલા વિવિધ કુંડોની અંદર વિસર્જિત કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં ગણેશ વિસર્જન (Etv Bharat Gujarat) AMC દ્વારા બનાવેલા કુંડમાં વિસર્જન
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાત ઝોનની અંદર અલગ અલગ 55 જેટલા પ્રાકૃતિક બનાવવામાં આવ્યા છે. એની અંદર આજરોજ ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્કમટેક્સ અને ઉસ્માનપુરા પાસેના રિવરફ્રન્ટ પાસેના મેદાનમાં પણ ગણેશ વિસર્જન માટે પ્રાકૃતિક કુંડો બનાવવામાં આવ્યા હતા. જેમાં વહેલી સવારથી જ લોકો ગણેશ વિસર્જન કરતા જોવા મળી રહ્યા હતા.
અમદાવાદમાં ગણેશ વિસર્જન (Etv Bharat Gujarat) છઠપૂજા ઘાટ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર
ઇન્દિરા બ્રિજ પાસે આવેલા છઠપૂજા ઘાટ ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર દોડી આવ્યું હતું. એક બાદ એક વ્યક્તિના હાથમાં ભગવાન ગણેશની મૂર્તિઓ જોવા મળી રહી હતી.
અમદાવાદમાં ગણેશ વિસર્જન (Etv Bharat Gujarat) પોલીસ ખડેપગે જોવા મળી
બધી જગ્યાએ જ્યાં જ્યાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાજર જોવા મળ્યો હતો અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ રાખવામાં આવી હતી.
અમદાવાદમાં ગણેશ વિસર્જન (Etv Bharat Gujarat) ભક્તોના મોઢે એક જ અવાજ 'ગણપતિ બાપા મોરિયા'
ભક્તોની અંદર અને જોવા મળતો હતો ગણેશ વિસર્જન કરતા લોકો સાથે વાત કરતા તેમના મોઢે માત્ર એક જ અવાજ હતો 'ગણપતિ બાપ્પા મોરિયા', 'ગણપતિ બાપા મોરિયા'
- બદ્રીનાથ મંદિરની થીમ સાથેના ગણેશ પંડાલના દર્શન માટે પારડી બ્રહ્મદેવ મંદિર ખાતે લોકોની ભીડ - Ganesh Mahotsav 2024
- વધુ વરસાદના કારણે માટીનો જથ્થો ઓછો છતાં કુંભારોએ બનાવ્યા અવનવા ગરબા, માટીના ગરબાનું મહત્વ આજે પણ અકબંધ - Navratri 2024