ગુજરાત

gujarat

ETV Bharat / state

મુંબઈની પૂજાએ મહેસાણાના યુવકને કર્યો કંગાલ, લોભામણી લાલચ આપી 80 લાખ ખંખેરી ગઈ - CYBER CRIME

4500 કરોડ રૂપિયા કમાવવા જવાના મોહમાં મહેસાણાના યુવકે 80 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. યુવકોને ચેતવા જેવો કિસ્સો જાણો વિસ્તારથી..

મુંબઈની પૂજાએ મહેસાણાના યુવક સાથે કરી રોકાણના નામે છેતરપિંડી
મુંબઈની પૂજાએ મહેસાણાના યુવક સાથે કરી રોકાણના નામે છેતરપિંડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2025, 7:09 PM IST

Updated : 24 hours ago

મહેસાણા:સોશિયલ મીડિયા પર જો કોઈ આપને કોઈ યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો જરા ચેતી જજો. જો સોશિયલ મીડિયા પર પરીચયમાં આવેલા કોઈ મિત્ર આપને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો.

મુંબઈની પૂજાએ મહેસાણાના યુવક સાથે કરી રોકાણના નામે છેતરપિંડી (Etv Bharat Gujarat)

મુંબઈની પૂજા નામની એક અજાણી યુવતીએ મહેસાણાના કુકરવાડાના જીગર પટેલ નામના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશિપ કરી હતી. જીગરને વોટ્સએપ કોલ કરી યુવતીએ મિત્રતા ગાઢ બનાવી હતી અને તેને વિશ્વાસમાં લઈને એક એપના માધ્યમથી રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જીગરને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો.

રૂપિયા 80 લાખની ઠગાઈ

શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું અને બાદમાં રૂપિયા 80 લાખની ઠગાઈ કરી નાખી. મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની પૂજા નામની યુવતીએ જીગર પટેલ નામના કુકરવાડાના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા અને 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લોભામણી લાલચ આપી હતી અને કહ્યું હતું કે, 4500 કરોડ આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું.

લોભામણી લાલચ આપી

પોલીસ ફરિયાદમાં યુવકના જણાવ્યા અનુસાર યુવતીએ કહ્યું હતું કે, ''હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું, કહી ફોટો પણ બતાવ્યો હતો. હંમેશા વૉટસ્એપ થી વાત કરતી પૂજાએ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું.

80 લાખથી વધુ ખંખેરી લીધા

છેલ્લા લેવલમાં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશેની લાલચ આપી હતી. પૂજાએ રૂ. 80.33 લાખ સેમકો નામની એપથી અલગ-અલગ એકાઉન્ટમાં નખાવ્યા હતા અને છેલ્લે ખબર પડી કે, આતો ઇન્વેસ્ટ નહીં પૂજા પૈસા લઈ ગઈ. આ ઈન્વેસ્ટ નહિં પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ હોવાનું અને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા પૂજા સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

એવું પણ જાણવા મળ્યું છે, યુવકને લોભામણી લાલચ આપનારી મુંબઈની પૂજા એક-બે નહીં પરંતુ 40 - 40 બેંક એકાઉન્ટ ધરાવે છે.

  1. રશિયને ગુજરાતીને છેતર્યા, 17 લાખ પડાવ્યા પછી અમદાવાદી દાદાની સતર્કતાથી 3 ઝડપાયા
  2. સાયબર ક્રાઈમ માટે વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ, ટેલિગ્રામ-ઈન્સ્ટાગ્રામ પણ ઠગબાજોની પહેલી પસંદ
Last Updated : 24 hours ago

ABOUT THE AUTHOR

...view details