અમદાવાદ:અમદાવાદમાં ગતરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, તેથી અનેક સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ ભરાયેલા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોડીરાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો.
જન્માષ્ટમીના દિવસે ભગવાન જગન્નાથના મોસાળમાં વરસાદી પાણી ભરાતા, ભક્તોમાં નિરાશા - rain in ahmedabad - RAIN IN AHMEDABAD
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી આગાહી કરવામાં આવી છે ત્યારે ગતરોજ મોડીરાત્રી થી રાજ્યમાં સાર્વત્રિકો સાત વરસી રહ્યો છે સાથે અમદાવાદ જિલ્લામાં પણ રાત્રિના ત્રણ વાગ્યે આસપાસ થી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.
Published : Aug 26, 2024, 3:07 PM IST
સરસપુર વિસ્તાર કે જ્યાં ભગવાન જગન્નાથનું મોસાળ આવેલ છે ત્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. બાઈક અને રીક્ષા જેવા વાહનો ત્યાંથી પસાર થતાં વાહનો પણ બંધ પડી જતા હતા તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હતી લોકો ઘૂંટણ સુધી કપડા ઉંચા કરી માંડ માંડ ત્યાંથી પસાર થતા પણ જોવા મળી રહ્યા હતા. દર વખતે થોડા વરસાદની સાથે જ સરસપુર ખાતે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતિ હોવાનું પણ જણાય આવે છે જ્યારે આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ છે ત્યારે ભગવાન જગન્નાથના મોસાળમાં આ પ્રકારના પાણી ભરાવાથી કૃષ્ણ પ્રેમીઓમાં અને સ્થાનિકોમાં પણ રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો હતો.
સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ દર વખતેની પરિસ્થિતિ છે અમે કંટાળી ગ્યા છીએ આજે ભગવાન કૃષ્ણનો તહેવાર છે અને અમે ઘરની બહાર નીકળી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી. સાથે વધુમાં તેઓએ તે પ્રકારની પણ વાત કરી હતી કે સ્થાનિક તંત્ર આ માટે જવાબદાર છે કોઈ ચોક્કસ પાણીના નિકાલ માટેનું આયોજન નથી તે માટે આવી પરિસ્થિતિ સર્જાય છે.