ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લિસ્ટમાં 717 જરૂરી દવાનો ઉમેરો કર્યો - list of life saving drugs - LIST OF LIFE SAVING DRUGS

રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના આવશ્યક ડ્રગ લીસ્ટમાં વધારો કર્યો છે. આવશ્યક ડ્રગ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરાઈ છે. 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરાઈ છે. list of life saving drugs

રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લિસ્ટમાં 717 જરૂરી દવાનો ઉમેરો કર્યો
રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લિસ્ટમાં 717 જરૂરી દવાનો ઉમેરો કર્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 6:07 PM IST

રાજ્ય સરકારે જીવન રક્ષક દવાઓના લિસ્ટમાં 717 જરૂરી દવાનો ઉમેરો કર્યો (Etv Bharat Gujarat)

ગાંધીનગર:રાજ્ય સરકારે જીવન રક્ષક એસેન્શિયલ દવાઓના આવશ્યક ડ્રગ લીસ્ટમાં વધારો કર્યો છે. આવશ્યક ડ્રગ લિસ્ટની દવાઓ 717થી વધારીને 1382 કરાઈ છે. 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરાઈ છે. રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ સરકારની પ્રાથમિકતા હોવાનો દાવો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યો છે.

આવશ્યક ડ્રગ લિસ્ટમાં નવી દવાઓનો ઉમેરો: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના આવશ્યક ડ્રગ લિસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના આવશ્યક ડ્રગ લિસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

દર વર્ષે દવાઓની ખરીદી માટે લિસ્ટ રીવાઇઝ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે આવશ્યક ડ્રગ લિસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીસ, બી.પી, તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે. રાજ્ય સરકારના આવશ્યક ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશ્યલ ઉપચાર માટેની 33 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લિસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

12 જેટલા રોગોની દવાઓમાં વધારો કરાયો: વર્ષ 2022-23 ના ડ્રગ લિસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

  1. કળિયુગી પુત્રએ જમવાનું બનાવવામાં મોડું થતા માતાની કરી હત્યા - Son Kills Mother
  2. ભારે વરસાદના લીધે તાપીમાં થયો બ્રીજ ધરાશાઈ, રોડ રસ્તાને પણ ભારે નુકસાન - Bridge collapsed in Tapi

ABOUT THE AUTHOR

...view details