ગુજરાત

gujarat

'પહેલવાન પૂજારી', હનુમાનજી મંદિરના આ પૂજારીએ વિશ્વમાં વધાર્યુ ગુજરાત સહિત દેશનું ગૌરવ, જાણો કેમ ? - Powerlifting Championship

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 2:08 PM IST

Updated : Aug 1, 2024, 2:16 PM IST

સામાન્ય રીતે મંદિરના પૂજારીનું નામ આવે એટલે ઘરડા, અશક્ત અને દુબળા પાતળા વ્યક્તિ નજરની સમક્ષ ઉપસી આવે. પરતું સુરત શહેરના આ પૂજારીએ લોકોની આવી ધારણાને ખોટી પાડી છે. એટલું જ નહીં તેમણે એક એવી સિદ્ધી હાંસલ કરી છે કે જેનાથી વિશ્વભરમાં ગુજરાત અને ભારત દેશનું ગૌરવ વધ્યું છે. જાણો કોણ છે આ પૂજારી અને શું છે તેમની અસાધારણ સિદ્ધી ? priest of surat Vandan Vyas won gold and silver medal

રોકડિયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસ
રોકડિયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસ (Etv Bharat Gujarat)

સુરતના રોકડિયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસ (Etv Bharat Gujarat)

સુરત: 50 વર્ષની ઉંમરના હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસની આજે ચોતરફ ચર્ચા થઈ રહી છે. હનુમાન મંદિરના આ પૂજારીએ કઝાકિસ્તાનમાં આયોજિત 11મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતીને ગુજરાત સહિત દેશનુ ગૌરવ વધાર્યુ છે. વંદન વ્યાસ આમ તો પૂજારી છે અને કલાકો સુધી હનુમાનજીના મંદિરમાં પૂજા અર્ચના કરે છે પરંતુ સાથે તેઓ સ્ટ્રેન્થલિફ્ટિંગ પણ કરે છે. ખભામાં પર ઈન્જરી હોવાથી તેઓએ સર્જરી કરાવી હોવાથી ડૉક્ટરે વજન ઉંચકવાની ના કહી હોવા છતાં પણ તેમણે સખત મહેનત કરી અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વમાં ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે.

કઝાકિસ્તાનમાં આયોજિત 11મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો (Etv Bharat Gujarat)

અભૂતપૂર્વ સિદ્ધિ: સુરત શહેરના 400 વર્ષ જૂના રોકડીયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. 50 વર્ષીય આ પૂજારીએ ખભામાં સર્જરી કરાવી હોવા છતા કઝાકિસ્તાન ખાતે આયોજિત સ્ટ્રેન્થલિફ્ટિંગમાં ગોલ્ડ અને બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ચેમ્પિયન શિપ કઝાકિસ્તાન ખાતે યોજાઈ હતી. રોકડીયા હનુમાન મંદિરના પૂજારી વંદન વ્યાસ નામના પૂજારીનો પરિવાર 400 વર્ષથી આ મંદિરમાં પૂજારી તરીકે સેવા કરે છે. વંદન વ્યાસ આ મંદિરમાં પૂજાવિધિના કામકાજ આટોપીને રોજ 4 કલાક વેટલિફ્ટિંગની જીમ માં પ્રેકટિસ કરે છે. શહેરની જ એક જીમ 'જીમનેશન'માં સતત 3 મહિના સુધી ફિટનેશ કોચીસ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે પાસેથી તેમણે લિફ્ટિંગની ટ્રેનિંગ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.તેઓ અગાઉ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ એન્ડ ઈન્કલાઈન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર-2(76 કિલો) કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

પૂજા અર્ચના બાદ વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરતા વંદન વ્યાસ (Etv Bharat Gujarat)

ડૉકટરે વજન ઉંચકવાની પાડી હતી ના: થોડાક મહિના પહેલા ઉદયપુરમાં થયેલા ચેમ્પિયનશિપમાં પૂજારી વંદન વ્યાસ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના ખભા પર ઈંજરી થઈ હતી.7 મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરવામાં આવી હતી. ડૉકટરે તેમને વજન ઉંચકવાની ના પાડી હતી. તેમ છતાં વંદન વ્યાસે સતત અને અથાક મહેનત કરી અને હનુમાનજી ભગવાનના આશીર્વાદથી આ સિદ્ધિ મેળવી હતી. વંદન વ્યાસ આ સિદ્ધિનો શ્રેય હનુમાનજી ભગવાનને આપે છે. હાલ પણ તેમની ફિઝીયોથેરપી ચાલી રહી છે તેમ છતાં કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લઇ દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

સુરતના વંદન વ્યાસે વિશ્વમાં ગુજરાત અને ભારતનું વધાર્યું ગૌરવ (Etv Bharat Gujarat)

190 ખેલાડીઓમાંથી મારી બાજી:પૂજારી વંદન વ્યાસે જણાવ્યું હતું કે, કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી આ સ્પર્ધામાં મને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યો છે. ઈનક્લાઈન બેંચમાં ગોલ્ડ મેડલ, સ્ટેન્ડ 15માં સિલ્વર મેડલ મળ્યું છે. કઝાકીસ્તાનના જ જે હરીફ હતા તેમને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. સિલ્વર મેડલમાં પણ કઝાકિસ્તાનના જ હરીફને હરાવ્યા છે. આની અંદર 9 દેશ માંથી બધા ખેલાડીઓ આવ્યા હતા. આશરે 190 ખેલાડીઓ હતા.

સુરત શહેરના 400 વર્ષ જૂના રોકડીયા હનુમાનજી મંદિરના પૂજારી છે વંદન વ્યાસ (Etv Bharat Gujarat)

પૂજા અર્ચના બાદ વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ:વંદન વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, હું રોજ સવારે મંદિરમાં હનુમાનજી મંદિરમાં પ્રભુની પૂજા અર્ચના કરું છું. ત્યારબાદ અન્ય જગ્યાએ પૂજા વિધિના કાર્યક્રમમાં પણ ભાગ લઉં છું. ત્યારબાદ સાંજે જીમમાં જઈને પ્રેક્ટિસ કરું છું. મને ડૉકટરે વજન ઉંચકવાની ના પાડી હતી. જો કે હનુમાનજીના આશીર્વાદથી હું ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતવાની આ સિદ્ધિ મેળવી શક્યો. હું આવનારા દિવસોમાં આવી જ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો છું.

  1. હદ થઈ ગઈ... 1 કે 2 નહીં એક જ દિવસમાં 16 બોગસ ડોક્ટર ઝડપાયા - Surat fake doctor
  2. ડે. મેયરે કાદવમાં પગ ન મૂકવા મુદ્દે વિપક્ષે અનોખો વિરોધ કર્યો, સભાખંડમાં ટેડીબિયર લઈને પહોંચ્યા - Surat News
Last Updated : Aug 1, 2024, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details