સુરત: જિલ્લાના કોસંબા પોલીસની હદમાં સાળી સાથે પ્રેમસંબંધમાં રહેલા બનેવીનું 4 ઈસમોએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. જેને ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી બચાવ્યો હતો. મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમસંબંધમાં હતો. તે યુવતી સાથે યુવકના લગ્નનો બનેવીએ વિરોધ કરતા યુવકે પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું.
યુવકનું અપહરણ કરી માર માર્યો: સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીયામાં જઈ રહેલા ચેતન પરમાર નામના યુવકની બાઈકને આંતરી 4 જેટલા શખ્સોએ અપહરણ કરી લીધું હતું અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતાં તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી.
પ્રેમસંબંધમાં યુવકનું અપહરણ (Etv Bharat gujarat) પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા: પોલીસને લોકેશનના આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી પાસે આવેલા એક ફાર્મ હાઉસ પર યુવકને લઇ ગયા છે. જેને લઇને તુરત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યાં ભોગ બનનાર ચેતન પરમારને આરોપીઓએ માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો અને સેલોટેપ, દોરીથી બંધક બનાવી દીધો હતો. પોલીસે પીડિતને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવીને સ્થળ પરથી ચારેય શખ્સોને દબોચી લીધા હતા.
પ્રેમસંબંધમાં યુવકનું અપહરણ (Etv Bharat gujarat) પીડિત યુવકને સાળી સાથે પ્રેમસંબંધ: પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, ભોગ બનનારો ચેતન છેલ્લા 6 વર્ષથી તેની સાળી સાથે પ્રેમ સંબંધમાં હતો અને 4 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેષ સોલંકીને ચેતનની સાળી સાથે પ્રેમસંબંધ હતો. બન્નેને લગ્ન કરવાના હોવાથી રોજ વાતચીત કરતા હતા. જે લગ્નનો વિરોધ બનેવી ચેતન કરતા મુખ્ય આરોપી મિતેષ સોલંકીએ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો. ત્યારે અપહરણકારોએ ઘડેલા પ્લાનને સુરત જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.અને હાલ ચારેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો:
- 120 ફ્લેવર્સના હેલ્થી હાંડવા પીરસતા ભુજના "હાંડવા કિંગ" યશ ખત્રી, રિક્ષાચાલક પિતાએ પુત્રને સોંપ્યો વારસો - Kutch Handwa King
- રાજયમાં બુલેટ ટ્રેન માટે આઠ સ્ટેશનોના પાયાનું કામ પૂર્ણ, પ્રમોદ શર્માએ કહ્યું-'અમે 'મેક ઇન ઈન્ડિયા' પહેલ દ્વારા આગળ વધી રહ્યા છીએ' - bullet train project in gujarat