ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં રથયાત્રાની 1986થી 2024 સુધીની સફર: 3 નોટ 3 બેસ્ટ શૂટર એવોર્ડ મેળવનાર હરુભાઈના રથયાત્રામાં યોગદાન વિશે જાણો - The life story of Rath Yatra

ભાવનગરમાં રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો અને કેવી રીતે થયો હતો. શરૂ થયેલી રથયાત્રા આજે રાજ્યની બીજા નંબરની રથયાત્રા કેવી રીતે બની ગઈ. રાજ્યમાં એક સમયે યુવાનીમાં 3 નોટ 3 માં બેસ્ટ શૂટરનો એવોર્ડ મેળવનાર હરુભાઈ ગોંડલીયાએ 38 વર્ષ જીવનના હોમી દીધા છે. ત્યારે રથયાત્રા અને હરુભાઈ ગોંડલીયાની ટૂંકી જીવન ગાથા હરુભાઈ ગોંડલીયાના મુખે ETV BHARATના સહયોગથી જાણો.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 8:00 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ભાવનગરઃ છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળે છે. નાનકડા રૂટ માંથી આજે 17 કિલોમીટરનો રુટ ધારણ કરનાર અને 3 કિલોમીટર લાંબી રથયાત્રાનો પ્રારંભ ક્યારે થયો હતો. હરુભાઈ ગોંડલીયા 38 વર્ષથી તેના સાક્ષી અને સંચાલનમાં સહભાગી રહ્યા છે. 1992થી રથયાત્રાનો સંપૂર્ણ કાર્યભાર સંભાળનાર હરુભાઈ ગોંડલીયા કોણ છે અને રથયાત્રાની સંપૂર્ણ સફરગાથા ETV BHARATને હરુભાઈ ગોંડલીયાએ જણાવી હતી.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ETV BHARAT: ભાવનગરમાં પ્રથમ રથયાત્રા ક્યારે નીકળી હતી ? ભગવાન જગન્નાથજીનું મંદિર ક્યારે બન્યું હતું ? એ સમય કેવો હતો અને કઈ રીતે થઈ શરૂઆત?

હરુભાઈ ગોંડલીયા: સૌથી પહેલા તો 1986માં 25મી એપ્રિલ 1986 જ્યારે રામ મંદિરના તાળા ખુલ્યા પછી રામજાનકી રથયાત્રા ભાવનગરમાં આવવાની હતી, એ સમયે જે ભાવનગરનું વાતાવરણ હતું, એ દ્રષ્ટિએ એક તબક્કે એવું પણ કહેવામાં આવ્યું કે ભાવનગરને બદલે અન્ય બાયપાસ આપણે રથયાત્રા કાઢવી, પણ એ વખતે અમે બધા મક્કમ રહ્યા અને ભાવનગરની અંદર રામ જાનકી રથયાત્રાનું અયોધ્યાથી આ યાત્રા આવેલી એનું આગમન થયેલું, તે વખતે જબરદસ્ત લોકોનો પ્રતિસાદથી આ યાત્રામાં મળતા, એમાંથી પ્રેરણા લીધી અને સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ કે જે અમારા ગુરુ હતા. એમના નેતૃત્વ નીચે 1986થી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અમે પ્રારંભ કર્યો. શરૂઆતમાં બહુ નાના સ્વરૂપે આ રથયાત્રા નીકળતી હતી અને બહુ ટૂંકા માર્ગ ઉપર નીકળતી હતી. 1990 પછી જે રામ જન્મભૂમિ કાર સેવા થઈ પછી આ રથયાત્રાને વિસ્તૃત રીતે એના સ્વરૂપ અપાણું અને ભાવનગરની અંદર ત્યારથી રથયાત્રા મોટા સ્વરૂપે શરૂઆત થઈ. 1991 ની યાત્રા સુધી અમારી વચ્ચે અમારા ગુરુ ભીખુભાઈ ભટ્ટ હતા, તેમની ઉપસ્થિતિથી પરંતુ 1992 માં એક નાના અકસ્માતના ઓપરેશન દરમિયાન એમનું અવસાન થતા 92 થી અધ્યક્ષની જવાબદારી આ સમિતિના મારે વહન કરવાની આવી છે , આ92 થી લઈને આજ સુધીમાં અનેક પ્રસંગો એવા પણ અમારે ઘણા બધા થયા છે. 1986 થી લઈને 1995 સુધી એવું વાતાવરણ હતું કે જેના કારણે અમને ઘણી વખત એવું થતું કે અમારે આ રથયાત્રા ભાવનગરમાં કાઢવાની છે કે પાકિસ્તાનમાં કાઢવાની છે અને તંત્ર તરફથી પણ બહુ સહયોગ એ વખતે મળતો નહિ. 95 માં એક બનાવ બન્યા પછી જે તે વખતના ડીએસપી શ્રી રજનીશ રાય અને ડીવાયએસપી બી જી ભટ્ટ સાહેબે આને ગંભીરતાથી લઈને એમણે આખી જ અમદાવાદની જે સ્કીમ છે, એ સ્કીમ રીતે બંદોબસ્ત ગોઠવ્યો અને 1995 પછી ક્યારેય કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ બન્યા વગર સતત 38 વર્ષથી યાત્રા નીકળતી અને આ વર્ષે 39 મી રથયાત્રા સાતમી જુલાઈના રોજ નીકળવાની છે. આ દરમિયાન 2020 ની અંદર કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી, પણ મંદિર પરિષદની અંદર રથ રાખવામાં આવેલો લોકોને દર્શન માટે સેનિટાઈઝેશનની વ્યવસ્થા સાથે એ વખતે 2020 ની અંદર રથયાત્રા ત્યાને ત્યાં રાખવામાં આવેલી. 2021ની અંદર કરફ્યુ સાથે પણ ભગવાનને નગરચર્યા કરાવવામાં આવેલી અને ત્યાર પછી રૂટિન કોર્સમાં જે રીતે રથયાત્રા 22, 23 અને આ વર્ષે 24માં રથયાત્રા નીકળવાની છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ETV BHARAT: તમારું જીવન રથયાત્રા સાથે કઈ ઉંમરથી જોડાયું, તમારુ પણ સાંસારીક જીવન છે, કારકિર્દી છે. આ બધી બાબતો જ્યારે કોઈ તમે સમાજ સેવા કે ધાર્મિક સેવામાં નીકળો ત્યારે એનું પણ ક્યાંક યોગદાનને ક્યાંક કહી શકાય કે સ્વાહા પોતાનો કરવું પડે એવી પણ પરિસ્થિતિ હોય છે, તમારી જિંદગીના એવા ક્યાં પળો હતા કે તમે પ્રેરાયા અને તમારે સેવા કરવાનો મોકો તમને મળ્યો ?

હરુભાઈ ગોંડલીયા: નાનપણથી અમારા પરિવારમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન છે, કારણ કે અમે જ્ઞાતિએ સાધુ છીએ, એટલે એ અમારા જીન્સમાં જ હોય, એટલે પહેલા તો ધર્મ પરાયણ અમારું પરિવાર છે. ભગવાન રામ અને કૃષ્ણના અમે પૂજારીઓ છીએ અને હનુમાનજીના ઉપાસક છીએ. એ વાતાવરણની અંદર મારો ઉછેર થયો. આઠમા ધોરણથી લઈ અને બી.કોમ થયો ત્યાં સુધી મેં સતત એનસીસીમાં એ બધા જ વર્ષ એમાં ખૂબ રસપૂર્વક ભાગ લીધો. ગુજરાતના બેસ્ટ કડેટ તરીકે 1973 માં 26 જાન્યુઆરીની રિપબ્લિક ડે પરેડમાં પણ હું દિલ્હી 19 વર્ષની ગયો હતો. 75 ની સાલમાં મેં એનસીસીમાંથી પેરે જમ્પ પણ કરેલા અને ગુજરાત 3 નોટ 3 નો બેસ્ટ શૂટર તરીકેનો પણ મને એવોર્ડ મળેલો. 75 સાલમાં બીકોમની ડીગ્રી મેળવી જ્યારે મારી કોલેજ પૂરી થઈ એ વખતે આર્મીમાં જવાની ખૂબ ઈચ્છા હતી. ઓફિસર તરીકે સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે, પરીક્ષા પણ આપીયાવ્યો ઇન્ટરવ્યૂ પણ આપી દીધો. પરંતુ મારા ફાધરનો અવસાન 1968માં થઈ ગયેલું અને હું સૌથી નાનો દીકરો હોવાથી મારા માતૃશ્રીએ મને ન જવા દીધો. ત્યારથી મેં ક્યારેય કોઈપણ જાતની ક્યાંય નોકરીની એપ્લિકેશન કરી નથી. વિચારધારાથી ધાર્મિક અને રાષ્ટ્રવાદથી પરિવાર આખું રંગાયેલું હતું, પછી એક વિચાર કર્યો કે આવું જ કાર્ય આપણે કઈ રીતે કરી શકીએ. 1973 માં કોલેજ કાળ દરમિયાન એક આંદોલન થયેલું. અનામત આંદોલનમાં એ વખતે પણ ભાગ લીધો હતો 1975 માં કોલેજ કાળ પૂરું કર્યા પછી આરએસએસની વિચારધારાથી પ્રેરાઈનેએ 75 થી એમાં કામ કરવાનું શરૂ કરી દીધું અને ત્યાર પછી ધીમે ધીમે ધીમે એ બીજેપી અને વિશ્વ હિન્દુ પરિષદના કામમાં જોતરાયો. 1986માં રામજાન કી રથયાત્રામાં ખૂબ જ કામ કરવાનો મોકો મળ્યો અને ત્યાર પછી એમાંથી પ્રેરણા લઈને હિન્દુ ધર્મના એક સતત રીતે એ જાગૃતિ,ધર્મ, સંસ્કૃતિ એના સિંચન માટે થઈને પણ ભાવનગરની અંદર આવું એક કાર્ય એવું થવું જોઈએ કે જેના કારણે આખા એ ભાવનગર અને ભાવનગરની આજુબાજુના જિલ્લાના બધા વિસ્તારોમાં પણ એક સમાજ પ્રત્યેની ધર્મ પ્રત્યેની સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિ આવે. આ ભાવનગરની રથયાત્રા 86થી શરૂ થયા પછી ભાવનગરની અંદર હિન્દુ ધર્મની જેહાદ છે એ એટલી પ્રબળ થઈ છે, કે જેના કારણે લોકો ધર્મ પ્રત્યે પ્રેરાયા છે.એક સંગઠિત ભાવના થઈ છે અને સંસ્કારી બન્યા છે. આજ સુધીમાં તમે જુઓ તો ક્યારેય રથયાત્રામાં આવનાર છે એના મનમાં એટલો ભગવાન પ્રત્યેનો ભાવ છે કે સ્વયંસિષ્તથી લોકો આમાં જોડાય છે, દર્શન થાય છે અને ત્યારે એક વાતાવરણ ભાવવિભોર સમૂહ હોય છે. નહિતર આટલો લોકો ભેગા થાય ક્યાંક ને ક્યાંક કોઈ ટીકળ થાયને, કંઈક અનિછીય બનાવ બને એને બદલે ખૂબ ભાવવિભોર થઈને લોકો ભગવાનના દર્શન કરે છે. યાત્રામાં જોડાય છે અને ચાર થી પાંચ લાખ પબ્લિક અત્યારે ભગવાનના દર્શને રથયાત્રાની અંદર જોડાય છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ETV BHARAT: સુભાષનગરનું મંદિર છે એનું નિર્માણ ક્યારે થયું છે ? એ સમયમાં રથયાત્રા નીકળતી હતી ત્યારે લોકો કેટલા જોડાતા, વાહનો કેટલા જોડાતા, પ્રસાદી શું હતી ? આ 39 રથયાત્રાની અંદર અત્યારે તફાવત કેટલો આવી ગયો છે ?

હરુભાઈ ગોંડલીયા: શરૂઆતના વર્ષોમાં 1986થી અમે કરીને ત્યારે એક માહોલ એવો કે, "હમ સબ હિન્દુ હે કે હમ ગર્વ સે કહો હમ હિન્દુ હે" એ પણ કહેતા અમુક લોકોમાં હીચકિચાટ હતો. રથયાત્રામાં જોડાતા પહેલા વિચાર કરતા કે ભાઈ આમાં જઈએ, અમદાવાદની યાત્રાઓના ઘણા બધા પરિબળો, બીજી યાત્રાઓના આ બધાને ધ્યાનમાં રાખીને લોકો ઓછો ભાગ લેતા. ત્યાર પછી અમે જાગૃતિ માટે મીટીંગો કરતા, સભાઓ કરતા લોકોને પ્રોત્સાહિત કરતા. રથયાત્રામાં આવવા માટે, જોડાવા માટે, ભાવનગર તાલુકા વગેરેમાં અમે જઈને રાત્રે મીટીંગો કરીએ. રોજ પાંચ થી છ મીટીંગો કરીએ અને એ દ્વારા લોકોને પહેલા તો એકત્રિત કર્યા અને ત્યાર પછી જે નાના પાયે. અત્યારે જેમ વાહનો છે ને એ વખતે તમે હાથ લારીઓના ફલોટ બનાવતા પણ એ સંજોગોને ધીમે ધીમે પરિવર્તીત કરતા 1990 પછીથી આ રથયાત્રાને એક વિરાટ સ્વરૂપ મળવા લાગ્યું. લોકોમાં સ્વીકૃતિ આવી હંમેશા કોઈ પણ કાર્ય શરૂ કરીએને ત્યારે પહેલા સંઘર્ષ આવે, પણ સંઘર્ષ વખતે આપણે અલગ રહીએ તો સફળતા પ્રાપ્ત થાય, સફળતા પરંપરા રીતે તમે સફળ થતા જાવ પછી એની સ્વીકૃતિ થવા માટે લોકોને આજે લોકોએ સ્વીકૃત પોતે થાય,આ રથયાત્રામાં સહભાગી થાય આ રથયાત્રા આપણી રથયાત્રા જેનો સ્વીકાર આજે કર્યો છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ETV BHARAT: કેટલા વાહનો છે ? અત્યારના સમયની આયોજન કરીએ વાહનો છે, ફ્લોટ છે, પ્રસાદી છે ભગવાનના વાઘા છે તેનો તફાવત શુ છે ?

હરુભાઈ ગોંડલીયા: શરૂઆતમાં અમે 1995 એ બધા રથ તમે જ્યારે બનાવતા ત્યારે અમે એક વાહન એટલે કે ટ્રક હોય એની ચેસીસ ખાલી હોય એ લઈ આવતા. કોઈના ગેરેજમાં બોડી બંધાવવા આવેલી હોય, એ ગાડી ગોતતા પછી એ લઈ આવીને તેમાં એક મંડપને એવી રીતે સજાવી એના પર રથ સ્વરૂપે અમે કાઢતા. ધીમે ધીમે શરૂઆતની અંદર જે રીતે તેની પ્રગતિ થતી ગઈ, એ પ્રમાણે ફલોટ્સમાં પણ ફેરફાર થવા માંડ્યા. પેલા નાના પાયે નાના વાહનો હતા , લોકો પણ જાગૃત થઈ અને વધારે આમાં હિસ્સો લેવા મંડ્યા, વધારે જોડાવા માટે માંગણી થવા લાગી કે અમને જોડો થઈ, સંસ્થાઓ છે મંડળો છે જે રીતે રથયાત્રામાં જોડાતા થયા,એ જ રીતે રૂત ઉપર પ્રસાદી વગેરે માટે પણ લોકો વધારે એમાં ભાગ લેતા થયા. ત્યાર પછી 2010 ની અંદર આ રથયાત્રાને 25 વર્ષ પુરા થયા સિલવે જ્યુબિલી અમે ઉજવી એ વખતે આ અત્યારે જે રથ છે. 250 ઘનફૂટ સેવનના લાકડામાંથી કાસ્ટમાંથી આ રથ અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યો અને ત્યાર પછી એની અંદર અધ્યતન સુવિધાઓ એટલે કે ટેકનિકલ જે કાંઈ સુવિધાઓ જે કેમેરા છે, ડાયરેક્ટ એનો લાઈવ પ્રસારણ કરી શકીએ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ સિસ્ટમએ બધી જ એમાં લગાડી અને ભગવાનની કૃપાથી આજે આપણે સૌ જોઈ શક્યા છીએ. 2010 પછીથી એ દર વર્ષે માત્ર એક દિવસ ભગવાન જ્યાં જ્યારે યાત્રા હોય છે એ માટે થઈને એ નીકળતો હોય. અમારી પાસે ઘણી બધી સંસ્થાઓ પણ અવારનવાર એવું કીધેલું તમારો ભગવાનના જ કામમાં વાપરવો છે, પણ એનું જે મહત્વ છે. જગન્નાથજીની યાત્રાને દિવસે જ આ રથ નીકળે એટલે અમે પ્રેમથી પણ ના પણ અમે પાડેલી છે. એમને કદાચ દુઃખ લાગ્યું હશે પણ જે મહત્વ જેનું રથનું હોય એ રીતે ત્યારે જ નીકળતો હોય. આ રથયાત્રાની અંદર પ્રસાદી સ્વરૂપે પહેલેથી ચણાની પ્રસાદી ભગવાનની હોય છે અને ધીમે ધીમે શરૂઆતમાં એ 500 કિલો પછી 1000 કિલો આજે ત્રણ ટન પ્રસાદીની ચણાની પ્રસાદી આ રથયાત્રામાં હોય છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ETV BHARAT: તમારે 39 વર્ષ રથયાત્રામાં કાઢયા છે અથવા તો જે રૂટ છે એને સંવેદનશીલ વિસ્તારોથી એને લઈને સમસ્યા ઊભી થઈ ગઈ હોય, તો આવા કોઈ પળો છે જેની અંદરથી માર્ગ મળી ગયો હોય ?

હરુભાઈ ગોંડલીયા: સૌથી પહેલી વાત તો ઇ કે જ્યારે અમે આ રથયાત્રાની શરૂઆત કરી ત્યારે ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધાથી અને ભગવાન જગન્નાથજીની તો એટલી બધી કૃપા છે. મને એકવાર આપની જેમ જ એક પત્રકાર મિત્રએ પૂછ્યું અને સંવેદનશીલ વિસ્તારમાંથી જ પસાર થઈ રથયાત્રા એટલે છેલ્લો પ્રશ્ન એણે મને પૂછ્યો કે તમે સંવેદનશીલ વિસ્તારમાંથી આ રથયાત્રા પસાર થઈ છતાં તમારા મુખ ઉપર કોઈ ટેન્શન કેમ ન હતું ? તો એનું કારણ શું ? મેં એમ કીધું કે અમે સવારે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે ભગવાનને બે હાથ અને માથું જોડીને માથું નમાવીને કહીએ છીએ કે અમે બે હાથવાળા છીએ,તે અમને નિમિત બનાવ્યા છે. કરનારો તુ હજાર, હાથ વાળો છો, બધી લાજ આબરૂ શરમ જે કાંઈ ગણ એ બધું તારા હાથમાં છે. એટલે એ છેલ્લે રથમાં બેઠા એના ઉપર જે અમારીને અનન્ય બાકી શ્રદ્ધા જ વિશ્વાસ છે. એના કારણે અમે આ રથયાત્રા છે એ નિર્વિઘરે પસાર કરી છે ને મેં જવાબ એને એ જ આપેલો કારણ એટલું જ કે છેલ્લે રથમાં બેઠો છે એ.

  1. ભગવાન જગન્નાથની રથયાત્રા સંદર્ભે ભાવનગરમાં કિલ્લેબંધી, કાયદાનો ભંગ કરનારની ખેર નથી ! - Jagannath Rath Yatra 2024
  2. રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એલર્ટ, રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં CCTV પ્રોજેક્ટ શરૂ કરાયો - Ahmedabad Rath Yatra 2024

ABOUT THE AUTHOR

...view details