ગુજરાત

gujarat

ETV Bharat / state

પરબ ધામમાં અષાઢી બીજના મેળાની તૈયારીનો ધમધમાટ, બે લાખ કરતા વધુ ભાવિકો ઉમટવાનો અંદાજ - Ashadhi bij celebration - ASHADHI BIJ CELEBRATION

ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જ્યાં રચાઈ છે તેવા જુનાગઢ નજીક આવેલા પરબ ધામમાં અષાઢી બીજના પર્વને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે 2 લાખ જેટલાં ભાવિકો ઉમટવાનો અંદાજ છે. ત્યારે જાણીએ ક્યાં પ્રકારની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના વિશે વિસ્તારથી... Ashadhi bij celebration in Parab Dham

પરબ ધામમાં અષાઢી બીજના મેળાની તૈયારીનો ધમધમાટ
પરબ ધામમાં અષાઢી બીજના મેળાની તૈયારીનો ધમધમાટ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 5, 2024, 7:53 AM IST

પરબ ધામમાં અષાઢી બીજના મેળાની તૈયારીનો ધમધમાટ (Etv Bharat Gujarat)

જુનાગઢ: પરબધામમાં અષાઢી બીજના પાવન પર્વને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજના દિવસે અંદાજિત 2,લાખ કરતાં વધુ લોકો માટે ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમા ભાગ લેવા માટે આવી રહ્યા હોવાના પગલે કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાંથી ભક્તો અમર દેવીદાસ સતદેવીદાસના દર્શન કરવા માટે ઉમટી પડશે જેને ધ્યાને રાખીને પણ સમગ્ર પરબધામ મંદિર પરિસરમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે

અષાઢી બીજના પર્વને લઈને પરબ ધામમાં તૈયારીઓનો ધમધમાટ (Etv Bharat Gujarat)

2 લાખથી વધુ ભાવિકો ઉમટવાનો અંદાજ: પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી: દિન દુખિયાની સેવા કરવા માટે સમગ્ર ભારત વર્ષમાં પરબધામ આજે પણ આસ્થાનું કેન્દ્ર છે. અહીં આદિ અનાદિ કાળથી અષાઢી બીજના દિવસે પરબધામના મેળાની ઉજવણી થતી હોય છે. પરબધામ મંદિર પરિસર દ્વારા સમગ્ર મેળાનું આયોજન પૂર્ણ કરવાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. અષાઢી બીજના દિવસે અંદાજિત 2 લાખ કરતા વધુ ભાવિ ભક્તો દેવીદાસ બાપુ અને અમર માના દર્શનાર્થે આવી રહ્યા હોવાના પગલે પ્રસાદ સહિતની પણ વ્યવસ્થા પરબધામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.

પરબ ધામમાં રચાશે ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ (Etv Bharat Gujarat)

પરબ ધામનું મહાત્મય: જુનાગઢ નજીક આવેલું પરબધામ સંત દેવીદાસ બાપુ અને અમર માની સેવા કરવા માટે આજે પણ આસ્થાનું કેન્દ્ર બને છે, રક્તપિતના દર્દીઓની સેવા સ્વયમ દેવીદાસ બાપુ અને અમર મા દ્વારા કરવામાં આવતી હતી. રક્તપિતનો રોગ આજથી વર્ષો પૂર્વે ખૂબ જ ભયાનક માનવામાં આવતો હતો તેવા સમયે પરબધામમાં દિન દુખિયાઓની સેવા કરીને દેવીદાસ બાપુ અને અમર માએ અલખને ઓટલે એક અનોખી ધૂણી ધખાવી હતી. અષાઢી બીજના પાવન પર્વે જીવતા જીવત દેવીદાસ બાપુ અને અમર માએ સમાધિ લીધી હતી. ત્યારથી અષાઢી બીજના દિવસે પરબધામમાં મેળાનુ આયોજન થાય છે અને અમરમાં અને દેવીદાસ બાપુના ભક્તો સત દેવીદાસ અમર દેવીદાસના નાદ સાથે મેળામાં દર્શન કરવા માટે અચૂક આવે છે.

ભાવિકો માટે ભોજન પ્રસાદી બનાવતા સ્વયં સેવકો (Etv Bharat Gujarat)

ક્યાં આવેલું છે પરબ ધામ: સંત શ્રી દેવીદાસ બાપુએ જ્યાં સમાધિ લીધી હતી એ પવિત્ર સ્થાનક આજે પરબ ધામ તરીકે ઓળખાઈ છે, ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત આ તીર્થધામ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. આ પવિત્ર સ્થળ જૂનાગઢના ભેંસાણ તાલુકા પાસે આવેલું છે. અષાઢી બીજના પર્વને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા ખાસ બસો પણ દોડાવવામાં આવે છે.

  1. ખ્યાતનામ નૃત્યાંગના સર્વરી જેમીનીઝ જૂનાગઢના આંગણે, કથક પર્ફોમન્સથી થયા પ્રેક્ષકો મંત્રમુગ્ધ - Kathak dancer Sarvari Jimenez

ABOUT THE AUTHOR

...view details