નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધતા વોર્ડની બહાર બેડ મુકાયા (ETV BHARAT GUJARAT) સુરત: જિલ્લામાં હાલ વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ વરસતા બેવડી ઋતુ અનુભવાતા સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેને લઇને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી છે. જેના લીધે સુરત શહેરમાં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો પણ થઈ ગયો છે. હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓમાં 30 % દર્દીઓમાં ડેન્ગ્યુના દર્દીઓ છે. જેને લઇને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વધતા વોર્ડની બહાર બેડ મુકાયા (ETV BHARAT GUJARAT) હોસ્પિટલમાં વોર્ડ બહાર બેડ મૂકાયા: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતાં હાલ સુરત સિવિલ હોસ્પિટલના વોર્ડની બહાર બેડ મૂકીને સિવિલ તંત્ર દ્વારા સારવાર આપવાની નોબત આવી છે. ડેન્ગ્યુ તાવના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.
MLA કુમાર કાનાણીએ મનપા કમિશ્નરને લખ્યો પત્ર (ETV BHARAT GUJARAT) MLA કુમાર કાનાણીએ મનપા કમિશ્નરને લખ્યો પત્ર: સુરતમાં વધી રહેલા રોગચાળાને લીધે MLA કુમાર કાનાણી મેદાને ઉતર્યા છે અને કાનાણીએ આરોગ્ય વિભાગના અધિકારીઓને આડેહાથ લીધા છે. તંત્રની આંખો ઉઘાડવા માટે ધારાસભ્યે મનપા કમિશ્નરે પત્ર લખ્યો છે. ડેન્ગ્યું અને મેલેરિયા જેવા રોગોમાં વધારો જોવા મળતા કમિશ્નરને પત્ર લખીને જાણ કરી છે. કુમાર કાનાણીએ જણાવ્યું કે, આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે. સુરતના વિસ્તારમાં દવા છાંટવાની કામગીરી કરાતી નથી તેવો આક્ષેપ કુમાર કાનાણીએ કર્યો છે.
આ પણ જાણો:
- અમદાવાદને મળશે 7 નવા આઇકોનિક રોડ, PM મોદીના હસ્તે 8 હજાર કરોડથી વધુના કાર્યોનું ઇ-લોકાર્પણ - PM Modi Gujarat visit
- "માત્ર ટોપ પર પહોંચવાનો જ નથી, પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો" : PM નરેન્દ્ર મોદી - Re Invest 2024