પોરબંદર: પોરબંદરમાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. એમાં પણ પોરબંદરના રાજા એ બંધાવેલ ભોજેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન અને જૂનું છે.
પોરબંદરમાં આવેલા રાજાશાહી વખતના આ પૌરાણિક મંદિરમાં પૂજારીનું ઘર જર્જરીત - dilapidated house of the priest - DILAPIDATED HOUSE OF THE PRIEST
આપણે આપણા ઐતિહાસિક ધરોહર સમાન પૌરાણિક ધાર્મિકો સ્થાનો કે મંદિરોને લઈને ગૌરવ અનુભવીએ છીએ, પરંતુ આવા પૌરાણિક ધર્મસ્થાનો ક્યારેક જાળવણીના અભાવે ખુબજ જર્જરીત થઈ જાય છે. આવું જ એક મંદિર આવેલું છે પોરબંદરમાં, આશરે 150 વર્ષ જુના રાજાશાહી વખતના આ મંદિરની સેવા ચાકરી કરતા પૂજારીનું ઘર જ જર્જરીત હાલતમાં છે. dilapidated house of the priest
Published : Jun 17, 2024, 9:26 AM IST
સરકાર હસ્તક આવે છે મંદિર:આ ઐતિહાસિક મંદિરમાં દર વર્ષે સવા કિલો સુવર્ણ ઘરેણાના શણગારથી શિવજીને શણગાર કરવામાં આવે છે. પોરબંદરના હજારો રહેવાશીઓની આસ્થા સમાન આ મંદિરમાં આવેલું પૂજારીનું ઘર ખુબદ જર્જરીત હાલતમાં હોવાને પગલે આ ઘરને રીનોવેશન કરાવવા માટેની માંગ ઉઠી છે. સરકાર હસ્તક આ આવતા આ મંદિરમાં આવેલા પૂજારીના જર્જરિત થયેલા ઘરનું રિનોવેશન કરી આપવામાં આવે તેવી માંગ ઇતિહાસવિદ્ નરોત્તમ પલાણે કરી છે.
રાજાશાહી વખતનું પૌરાણિક મંદિર: આશરે 150 વર્ષ થી પણ જુના ભોજેશ્વર મંદિર સ્થાપના પોરબંદરના રાજાએ કરી હતી અને શિવજીને સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરી અર્પણ કર્યા હતા, પરંતુ આઝાદી બાદ આ મંદિર સરકાર હસ્તક થયું હતું આથી મંદિરમાં કોઈ ફેરફાર કરવાની સત્તા સરકારી કચેરી હસ્તક હોવાથી પટાંગણમાં આવેલ પૂજારીના જર્જરિત ઘર દૂર કરવા અને અન્ય વ્યવસ્થા કરવા સરકારને ઇતિહાસવિદ નરોત્તમ પલાણે વિનંતી કરી છે.