મહીસાગરમાં નકલી વૈજ્ઞાનિકને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી (etv bharat gujarat) મહીસાગર: નકલી વૈજ્ઞાનિકને મહીસાગર કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. 2005માં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જગદીશ ત્રિવેદીને મહીસાગર કોર્ટ દ્વારા 5 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જગદીશ ત્રિવેદી જાતે સરકારી કર્મચારી હોવા છતા વૈજ્ઞાનિક તરીકેની નકલી છાપ ઉભી કરી હતી અને 12,77,700 રૂપિયાની ઉચાપત કરવાનો પ્લાન કર્યો હતો. જગદીશ ત્રિવેદીએ બોગસ વૈજ્ઞાનિકના દસ્તાવેજ પ્રમાણપત્રો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી. આ સમગ્ર મામલે બાકોર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જગદીશ ત્રિવેદીએ બોગસ વૈજ્ઞાનિકના દસ્તાવેજ પ્રમાણપત્રો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી (etv bharat gujarat) બોગસ વૈજ્ઞાનિકની છાપ ઉભી કરી: બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જગદીશ ત્રિવેદીને મહીસાગર કોર્ટ દ્વારા 5 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી પોતે સરકારી કર્મચારી હોવા છતા વૈજ્ઞાનિકની છાપ ઉભી કરી હતી. તેણે બોગસ વૈજ્ઞાનિકના દસ્તાવેજો અને પ્રમાણપત્રો બનાવી રૂ. 12,77,700 સરકારી નાણાંની ઉચાપત કરી હતી. આ સમગ્ર મામલે બાકોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી પોતે વૈજ્ઞાનિક ન હોવા છતાં વૈજ્ઞાનિક તરીકેના ખોટા બનાવટી દસ્તાવેજો ઊભા કરી અને તેનો ખોટી તરીકે ઉપયોગ કરી 12,77,000 જેવી માતબર રકમ સરકાર પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સરકાર સાથે છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદના આધારે કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી વિરુદ્ધનો ગુનો સરકાર પક્ષે પુરવાર થતાં આરોપીને 5 વર્ષની કેદની સજા તથા રૂ. 10,000નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
જિલ્લા કોર્ટે આરોપીને 5 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો (etv bharat gujarat) સરકાર સાથે છેતરપિંડીનો આરોપ: 2005માં બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશ ત્રિવેદી ઉર્ફે નાથાલાલ ત્રિવેદી સામે IPC પ્રમાણે બાકોર પોલીસ સ્ટેશનમાં 406, 420, 462, 467, 468, 471, મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી પોતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવા છતાં પોતે કોઈપણ જાતના વૈજ્ઞાનિક ન હોવા છતાં પોતે ઈઝરાયેલ જવા અંગે ઇઝરાયેલ વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે જવા અંગે કેન્દ્ર સરકારના રિસર્ચ મંત્રાલયના ખોટા બનાવટી દસ્તાવેજો સ્ટેમ્પ ઉભા કરી તે અંગેના બિલો રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ગુનાની તપાસ ઈકોનોમી સેલ ગોધરા દ્વારા કરવામાં આવી છે.
ગુનેગારને 5 વર્ષની સજા કરાઇ: એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ પી.સી.સોની સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી વિરુદ્ધનો ગુનો સરકાર પક્ષે પુરવાર થતાં આરોપીને સદર ગુનાના કામે 5 વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 10,000નો દંડ ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી પોતે વૈજ્ઞાનિક ન હોવા છતાં વૈજ્ઞાનિક તરીકેના ખોટા બનાવટી દસ્તાવેજો ઊભા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી 12,77,000 રુપિયા સરકાર પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો તે પૈકી 1 લાખ 47 હજાર રુપિયા પોતે મેળવી લઇને બાકીની રકમ મેળવવા જતાં સરકાર પક્ષે ધ્યાનમાં આવતા સદર ગુનાની તપાસ કરવામાં આવી હતી અને તપાસ મામલે કોર્ટ ચાર્જશીટ થતાં ગુનો પુરવાર થયેલ છે.
- ઉન BRTS સ્ટેશનમાં ત્રણ શખ્સોએ કરી તોડફોડ, બસના કાચ અને કેમેરા તોડી નાખ્યા - Three people ransacked in un brts
- 'ધરમપુર ધ ગ્લોરી ઓફ ગુજરાત' પુસ્તકમાં દર્શાવાયો છે ભવ્ય અને જાજરમાન રાજવી ઈતિહાસ - Dharampur The Glory of Gujarat