અમદાવાદ:બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકો ભણીને દેશની પ્રગતિમાં યોગદાન આપે છે. ત્યારે આ આધુુનિક સમાજમાં બાળકોની જાતીય સતામણીની ઘટનાઓ વધતી જાય છે. બાળકો સાથે થયેલી જાતીય સતામણીના કિસ્સાઓમાં બંધારણમાં આરોપીઓને કડક સજાની જોગવાઇઓ કરવામાં આવી છે.
જેના લીધે આરોપીને કડક સજા અપાય છે. આજે આપણે જાણીએ કે બાળકોને કયા કયા હક્ક-અધિકાર અને એમની સેફ્ટી માટે કાયદો બનાવવામાં આવ્યા છે?
ગુજરાત હાઇકોર્ટના વકીલ નિમિષાબેન પારેખ (Etv Bharat gujarat) અંગે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ નિમિષા પારેખે જણાવ્યું કે, ભારતના સંવિધાનમાં બાળકોના રક્ષણ માટે 4 મોટા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેમ ખાસ કરીને
- જુવેનાઇલ જસ્ટિસ (સંભાળ અને રક્ષણ) અધિનિયમ (2000, 2015માં સુધારેલ)
- બાળ લગ્ન પ્રતિબંધ કાયદો (2016)
- જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ અધિનિયમ (2012)
- બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ (1986)
બાળકોના રક્ષણ માટે કાયદાઓ બનાવાયા છે: આ મુખ્ય 4 કાયદાઓ સિવાય બાળકોને જાતીય સતામણીથી બચાવવા અને આરોપીઓને સજા થાય એ માટે કડકમાં કડક કાયદાઓ બનાવ્યા છે. જે પૈકીનો એક કાયદો pocso છે. જેને The Protection of Children from Sexual Offences તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિના બાળપણમાં બનેલા બનાવો આજીવન તેના વ્યવહાર પર અસર કરે છે. માતા-પિતા કે વાલી બાળકોની કાળજી ન લે તો પરિણામ જોખમી પણ આવે છે. જેથી બાળકને શારીરિક અને માનસિક તકલીફનો સામનો કરવો પડે છે.
સુપ્રિમ કોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંગે જજમેન્ટ આપ્યું: જે બાળકો કે કિશોરો સાથે જાતીય સતામણી થઇ હોય તેને લગતા કેસોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની રચના પણ કરવામાં આવી છે. કાયદા સાથે સંઘર્ષમાં આવતા કિશોરને પણ મફત કાનૂની સેવા સહાય મેળવવાનો અધિકાર છે. એડવોકેટ નિમિષા પારેખે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે જે જજમેન્ટ આપ્યું છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ અને સમાજમાં આવા કૃત્યો કરવા કે કરનારા પર રોક લાગશે.
આ પણ જાણો:
- 45 ગામના સરપંચ અને તલાટી મંડળે TDO સામે લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો - Complaint against TDO
- આ નવરાત્રિમાં નેઈલને આપો ટ્રેન્ડી લુક: યુવતીમાં છવાયો નેઇલ આર્ટનો ક્રેઝ, જુવો અવનવી ડીઝાઇન - Nail art trend in Navratri 2024