મહેસાણાઃમહેસાણા શહેરની વચ્ચો વચથી પસાર થતો અમદાવાદ પાલનપુર હાઇવે પર વધતા ટ્રાફિકને કારણે થોડા વર્ષો અગાઉ બાયપાસ હાઈવે બનાવવામાં આવ્યો હતો. જે હાઇવે બન્યો ત્યારથી વિવાદમાં રહ્યો છે. કારણ કે, બાયપાસ હાઈવે પર બનેલા બ્રિજની હલકી ગુણવત્તાને કારણે વાહનચાલકો આજે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહેસાણાથી અમદાવાદના આ રોડ પર આવતા બ્રિજમાં તો રાત્રીના સમયે વાહન ચલાવવા અને ખાસ કરીને ચાલુ વરસાદે વાહન ચલાવવું અત્યંત જોખમી ભર્યું છે.
બન્યો ત્યારથી વિવાદથી ઘેરાયેલો રહ્યોઃ મહેસાણાનો બાયપાસ હાઇવે બન્યો ત્યારથી વિવાદથી ઘેરાયેલો રહ્યો છે. મહેસાણાના આ બાયપાસ હાઇવે પર સીવાલા સર્કલથી બાયપાસ હાઈવે ચઢો તરત જ આવતો પહેલો બ્રિજ, તેની હાલત જુઓ. બ્રિજ બન્યાને 10 વર્ષ પર પૂર્ણ થયા નથી અને બ્રિજ પર લોખંડના સળિયા બહાર આવી ગયા છે તો બ્રિજની જોઈન્ટના સ્પાન પણ ખુલ્લા થઈ ગયા છે. બ્રિજની બહાર નીકળતા આ સળિયા જાણે ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. આ હાઇવે પર અમદાવાદથી પાલનપુર થઈ રાજસ્થાન જતા આવતા વાહનો પસાર થાય છે. એટલે કે બીજા રાજ્યના વાહનો પણ અહીંથી પસાર થાય ત્યારે ગુજરાતના આ ભ્રષ્ટાચારની છાપ અહીંથી લેતા જાય છે. થોડા વર્ષ અગાઉ આ જ બાય પાસ પર એક બ્રિજનો ભાગ નમી પડતા આખો બ્રિજ તોડી નવો બનાવવામાં આવ્યો હતો. ત્યારે હવે આ બ્રિજની હાલત કથડેલી જોતા શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આ કંપનીઓ સામે કેમ થતી નથી કાર્યવાહી?:બ્રિજની કથડેલી હાલત મુદ્દે જેટલી વાર વિવાદ થાય છે તેટલી વાર વિપક્ષના નેતાઓ પણ રજૂઆતો કરતા આવ્યા છે પરંતુ છતાં હાલત જેસે થે તેવી જ જોવા મળે છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરએ બાયપાસ રોડ અને બ્રિજની હલકી ગુણવત્તા મુદ્દે સીએમ સુધી લેખિત રજૂઆતો કરી ચુક્યા છે. અને આ બ્રિજ બનાવનાર કંપની રણજીત બિલ્ડકોન તેમજ રાધે નામની સબ્લેટ કંપની વિરૂદ્ધ કાર્યવાહી કેમ થતી નથી તેવા સવાલો પણ ઉઠાવ્યા છે. તો બીજી તરફ મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે RnB ના નિવૃત્ત અધિકારી કે જેમના સમયમાં આ બ્રિજ અને રોડ બન્યા તે તમામ હલકી ગુણવત્તાના છે. વિપક્ષ આક્ષેપો અને રજૂઆતો કરી રહ્યું છે, લોકો હેરાન થઈ રહ્યા છે પરંતુ આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ કેમેરા સામે કહેવા તૈયાર નથી.
આમ મહેસાણા શહેરના આ બાયપાસ હાઇવે પર આવેલા બ્રિજની હાલત જોતા બ્રિજ બનાવવાની ગુણવત્તાના સવાલો ઉઠી રહ્યા છે. 2017માં બનેલા બાયપાસ હાઈવે બાદ એક બ્રિજ તૂટી જતા નવો બનાવ્યો હતો ત્યારે હવે આ બ્રિજની ખખડધજ હાલત જોતા તો કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે તંત્ર કેમેરા સામે કાઈ કહેવા તૈયાર નથી.
- અલંગ શિપબ્રેકિંગ યાર્ડ મુદ્દે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલનું નિવેદન, જુઓ વિડીયો - Shaktisinh Gohil in Parliament
- સિંગણપોરમાં સ્કુલ વાને રીવર્સ લેતા અડફેટમાં પાંચ વર્ષના બાળકનું મોત - five year old child died