જુનાગઢ: પાછલા 24 કલાકથી જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગિરનાર અને દાતાર પહાડોમાં જુનાગઢ શહેરની સરખામણીએ સવિશેષ પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે. જેને કારણે ચોમાસામાં બીજી વખત વેલીગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. કુદરતના આ સૌંદર્યને માણવા માટે જૂનાગઢવાસીઓ વરસતા વરસાદમાં વેલિંગડન ડેમ પહોંચ્યા હતા.
જુનાગઢમાં ભારે વરસાદને કારણે વેલિંગડન ડેમનું સૌંદર્ય ખીલી ઉઠ્યું, જૂનાગઢવાસીઓ પહોંચ્યા આ નજારો માણવા... - The beauty of Wellingdon Dam - THE BEAUTY OF WELLINGDON DAM
જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ચોમાસામાં બીજી વખત વેલીગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. કુદરતના આ સૌંદર્યને માણવા માટે જૂનાગઢવાસીઓ વરસતા વરસાદમાં વેલિંગડન ડેમ પહોંચ્યા હતા. The beauty of Wellingdon Dam
Published : Jul 19, 2024, 6:43 PM IST
ભારે વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલ્યુ:પાછલા 24 કલાક કરતા વધુ સમયથી જુનાગઢ શહેર અને જિલ્લામાં જાણે કે કુદરત મન મૂકીને વરસતા હોય તે પ્રકારનો માહોલ ઊભો થયો છે. 24 કલાક દરમિયાન સુરત પંથકમાં 10 થી 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. તો બીજી તરફ ગિરનાર અને દાતાર પર્વતમાં પણ જુનાગઢ શહેર અને જિલ્લાની સરખામણીએ વરસાદનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળ્યું છે. જેને કારણે દાતાર પહાડીની કોતરોમાં બનાવવામાં આવેલો વેલિંગડન ડેમ આજે ચોમાસાની સિઝનમાં બીજી વખત ઓવર ફ્લો થયો છે. વરસાદમાં કુદરતના આ સૌંદર્યને માણવા માટે જુનાગઢ વાસીઓ વેલીગ્ડન ડેમ સાઈડ પહોંચ્યા હતા.
વરસાદથી કુદરતી સૌંદર્યમાં વધારો:વરસાદને કારણે કુદરતી સૌંદર્ય પણ જાણે કે ખીલી ઉઠયુ હોય તે પ્રકારનો માહોલ જોવા મળતો હતો. ડેમમાંથી ઓવરફ્લો થઈને વહી રહેલું વરસાદનું પાણી જોવા માટે પણ જુનાગઢ વાસીઓ ખૂબ જ અધીરા બન્યા હતા. ડેમમાંથી ચાદર સ્વરૂપે પડતું વરસાદનું પાણી એક અલગ પ્રકારનો નયનરમ્ય નજારો ઉભો કરે છે જેને જોવા માટે લોકો આખું વર્ષ જાણે કે અધિરા બનતા હોય તે પ્રકારે ડેમ ઓવરફ્લો થતાં જ સફેદ કલરની વરસાદના પાણીની ચાદરને જોવા માટે પહોંચી જાય છે.