ગુજરાત

gujarat

ETV Bharat / state

આધુનિક સમયમાં નવી શિક્ષણની પદ્ધતિ: લેક્ચર અને ગોખણ નહીં પણ નાટક અને ગીતો દ્વારા ભાષાનું શિક્ષણ - Teacher Day 2024 - TEACHER DAY 2024

શાળામાં બાળકોને માત્ર લેકચર અને ગોખણપટ્ટી કરાવવામાં આવે તો તેમને પણ કઈક નવું શીખવાની કે ભણવાની ઈચ્છા થતી નથી. આ બાબતને સમજી આધુનિક સમયમાં બાળકો વધુ ધ્યાન આપી ભણી શકે તે માટે જૂનાગઢના પ્રાથમિક શાળામાં શિક્ષકો શીખવે છે નાટક અને ગીતો દ્વારા ભાષાનું શિક્ષણ. જાણો. new method of teaching in school

21મી સદીનું શિક્ષણ હવે શિક્ષકની સાથે સમાંતર વિદ્યાર્થીઓની સહભાગીતાવાળુ પણ બનતું જોવા મળી રહ્યું છે
21મી સદીનું શિક્ષણ હવે શિક્ષકની સાથે સમાંતર વિદ્યાર્થીઓની સહભાગીતાવાળુ પણ બનતું જોવા મળી રહ્યું છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 6:03 AM IST

21મી સદીનું શિક્ષણ હવે શિક્ષકની સાથે સમાંતર વિદ્યાર્થીઓની સહભાગીતાવાળુ પણ બનતું જોવા મળી રહ્યું છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: 21મી સદીનું શિક્ષણ હવે શિક્ષકની સાથે સમાંતર વિદ્યાર્થીઓની સહભાગીતાવાળુ પણ બનતું જોવા મળી રહ્યું છે. તેથી જ જૂનાગઢની પ્રધાનમંત્રી શ્રીશાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અર્ચનાબેન ભૂત ભાષા શિક્ષણને વિદ્યાર્થીલક્ષી બનાવીને નાટકો અને વિદ્યાર્થીઓની સહભાગીતા થકી ભાષાનું શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષિકા દ્વારા નાટકો અને વિદ્યાર્થીઓની સ્વયંમ સહભાગીતાને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આવકાર આપી રહ્યા છે.

આધુનિક સમયમાં નવી શિક્ષણની પદ્ધતિ (Etv Bharat Gujarat)

ભાષાનું શિક્ષણ વિદ્યાર્થીઓની સહભાગીતા થકી: 21 મી સદીનું શિક્ષણ હવે વિશ્વ સાથે કદમ મિલાવતું હોય તે પ્રકારના દ્રશ્યો પ્રધાનમંત્રી શાપુર શાળામાં જોવા મળી રહ્યા છે. શાળામાં ભાષામાં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષિકા અર્ચનાબેન ભૂત ભાષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને રસ પડે તેમજ લેક્ચર અને ગોખણ પદ્ધતિથી વિદ્યાર્થીઓને કંટાળાજનક શિક્ષણમાંથી મુક્તિ આપી શકાય તે પ્રકારે નાટકો-ગીતો અને સ્વયંમ વિદ્યાર્થીઓની શિક્ષણના અભિગમમાં શિક્ષકોની બરોબર સહભાગીતા રાખીને વિદ્યાર્થીઓને શિક્ષિત કરી રહ્યા છે.

લેક્ચર અને ગોખણ નહીં પણ નાટક અને ગીતો દ્વારા ભાષાનું શિક્ષણ (Etv Bharat Gujarat)

બાળકોને શિક્ષણથી કંટાળો ન આવે માટે લેવાય આ નવા પગલાં:અત્યાર સુધી લેક્ચર અને ગોખણ પદ્ધતિથી ભાષાનું શિક્ષણ મોટેભાગે આપવામાં આવતું હતું. જેને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી કંટાળો આવે તે પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ભાષાના શિક્ષક દ્વારા નવતર અભિગમ રૂપે નાટકો અને ગીતો દ્વારા શિક્ષણનો એક અનોખો પ્રયાસ શરૂ કરાયો છે.

લેક્ચર અને ગોખણ નહીં પણ નાટક અને ગીતો દ્વારા ભાષાનું શિક્ષણ (Etv Bharat Gujarat)
આધુનિક સમયમાં નવી શિક્ષણની પદ્ધતિ (Etv Bharat Gujarat)

વિદ્યાર્થીની યાદશક્તિ અને પરિણામમાં થયો વધારો: ભાષા શિક્ષક અર્ચનાબેન ભૂત દ્વારા વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણમાં નાટકો, ગીતો અને વિદ્યાર્થીઓ સ્વયંમ તેમના શિક્ષણમાં ભાગ લેતા થાય અને તેઓ પોતે જ પોતાના દ્વારા રજૂ કરાયેલા નાટકો અને ગીતોમાંથી પોતે શિક્ષિત થાય તે પ્રકારનું એક આવકારદાયક પગલું ઉઠાવી રહ્યા છે. જેને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આવકારી રહ્યા છે. ગીતો નાટકો દ્વારા શાળામાં આપવામાં આવતા શિક્ષણથી વિદ્યાર્થીઓની મનોદશા ખૂબ જ સુધરી છે. સાથે સાથે વિદ્યાર્થીઓને રસ પડે તેવા વિષયનો પસંદ કરીને શાળામાં ભાષાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

લેક્ચર અને ગોખણ નહીં પણ નાટક અને ગીતો દ્વારા ભાષાનું શિક્ષણ (Etv Bharat Gujarat)

વિદ્યાર્થીઓની યાદશક્તિમાં ખૂબ મોટો વધારો: આ નવા પ્રયાસને કારણે વિદ્યાર્થીઓની યાદશક્તિમાં ખૂબ મોટો વધારો થયો છે. સાથે સાથે આ પ્રકારે નાટકો, ગીતો અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા સ્વયંમ વિદ્યાર્થીઓને જોડીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જે પ્રથા છે તેને કારણે વિદ્યાર્થીઓના પરિણામમાં પણ ખૂબ મોટો સુધારો થયો છે. એક સમયે લેક્ચર અને ગોખણ પદ્ધતિથી કંટાળો અનુભવતા વિદ્યાર્થીઓ આજે નાટક અને ગીતો દ્વારા આપવામાં આવતા ભાષા શિક્ષણને ખુદ આવકારી રહ્યા છે. ઉપરાંત આ જ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ તેવો તે પ્રતિભાવ પણ વ્યક્ત કરી રહ્યા છે.

લેક્ચર અને ગોખણ નહીં પણ નાટક અને ગીતો દ્વારા ભાષાનું શિક્ષણ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમદાવાદના જાણીતા આનંદ દાળવડાનું બોલિવૂડ કનેકશન, જાણો ધંધાને કેવી રીતે પહોંચાડ્યો રોજના રૂ. 2થી 27 હજાર સુધી - Ahmedabad Rain and Dalwada
  2. ડોલવણના પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ફરી વળ્યા, NDRF ટીમે 200 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું - Tapi rain update

ABOUT THE AUTHOR

...view details