ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં ભારે વરસાદ બાદ "તારાજી"ના દ્રશ્યો સામે આવ્યા, વ્યારાનો રિવરફ્રન્ટ ધોવાયો - Vyara riverfront washed away

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા નદી કાંઠાના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં મીંઢોળા નદી પાસે બનાવેલ રિવરફ્રન્ટ પણ નદીના પાણીમાં ગરકાવ થયો હતો. વ્યારાનો રિવરફ્રન્ટ પાણીના પ્રવાહમાં ધોવાતા ભારે નુકસાન થયું હતું. Vyara riverfront washed away

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 10:51 AM IST

વ્યારાનો રિવરફ્રન્ટ ધોવાયો
વ્યારાનો રિવરફ્રન્ટ ધોવાયો (ETV Bharat Gujarat)

ભારે વરસાદ બાદ "તારાજી"ના દ્રશ્યો સામે આવ્યા (ETV Bharat Gujarat)

તાપી : જિલ્લાના વડામથક વ્યારામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. મીંઢોળા નદી બે કાંઠે વહેતા વ્યારા નગરનું રિવરફ્રન્ટ પૂરે પૂરું પાણીમાં ગરકાવ થયું હતું. ત્યારે વરસાદનું જોર ઘટતા નદીના પાણી ઓસરતાની સાથે જ રિવરફ્રન્ટ પર થયેલ નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા.

વ્યારાનો રિવરફ્રન્ટ ધોવાયો :ભારે વરસાદને કારણે વ્યારાની મીંઢોળા નદીમાં ભરપૂર પાણી આવક થઈ હતી. નદીના પાણીમાં રિવરફ્રન્ટ ગરકાવ થયો હતો. વરસાદનું જોર ઘટતા અને નદીના પાણી ઓસરતા રિવરફ્રન્ટ પર થયેલ નુકસાન સામે આવ્યું છે. પાણીનું વહેણ વધારે હોવાને કારણે રિવરફ્રન્ટના બ્લોક, લોખંડની ગ્રીલ તેમજ ચાલવા માટે બનાવેલ વોક-વેનું ધોવાણ થયું હતું.

વ્યારાનો રિવરફ્રન્ટ ધોવાયો (ETV Bharat Gujarat)

મીંઢોળા નદીનું રૌદ્ર રૂપ :મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ, જેને લઈને વ્યારાના દાદરિવેગી અને નવિવસહાત જેવા વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે લોકોની ઘરવખરી સહિત જરૂરી વસ્તુઓ પણ પાણીમાં ગરકાવ થઈ હતી. જોકે, વ્યારા નગરપાલિકાની ટીમ લોકોના વ્હારે આવી અને બે-ત્રણ કલાકમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

વ્યારા નગરપાલિકાની કામગીરી :રિવરફ્રન્ટ ધોવાઈ જતા વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ દિલીપ જાધવે જણાવ્યું હતું કે, મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રિવરફ્રન્ટની ટાઇલ્સ, લોખંડની ગ્રીલ તથા બ્લોકને નુકસાન થયું છે, જેનો સર્વે ઇજનેરો પાસે ચાલુ કરાવ્યો છે. અમે સરકારને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ કામ થાય. સાથે જે વસાહતમાં પાણી ભરાયા હતા, તેમાં નગરપાલિકાની ટીમ મોકલીને કન્ટ્રોલમાં લેવામાં આવ્યો અને બધા સાથે મળીને અમે સારવાર આપી છે.

  1. બારડોલીમાં મીંઢોળા નદી તોફાની બની, નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
  2. વ્યારાની સરકારી હોસ્પિટલ બની સરોવર, દર્દીઓ સહિત લોકોને હાલાકી

ABOUT THE AUTHOR

...view details