વલસાડ:તા. 14 નવેમ્બરના રોજ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. ત્યારે તે યુવતી તે તેના મિત્ર સાથે ફોનમાં વાત કરી રહી હતી, વાત કરતી સમયે યુવતીનો ફોન અચાનક બંધ થઇ ગયો હતો જે દરમિયાન તેનો ફોન સ્વીચ ઓફ આવતા મિત્ર યુવકે યુવતીની બહેનને જાણ કરી હતી. તે ઘરે પરત આવી છે કે નહીં તે અંગે પણ પૂછતા યુવતી ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. શોધખોળ દરમિયાન યુવતી બેહોશ હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
યુવતી ટ્યુશન માટે ગઈ હતી: યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે તે 14 નવેમ્બરના રોજ ટ્યુશન માટે ગઇ હતી. જ્યાંથી પરત થતા તે તેના કોઈ મિત્ર સાથે ફોન ઉપર વાત કરી રહી હતી, ત્યારે કોઈ સાથે ઝઘડો થયો હતો અને ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
વલસાડમાં ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ (Etv Bharat gujarat) યુવતીના PM પછી શું જાણવા મળ્યું?: યુવતી મોડી સાંજ સુધી પોતાના ઘરે પરત ન આવતા યુવતીના મિત્રએ તેની મોટી બહેનને વાત કરીને હકીકત જાણી હતી. ત્યારે યુવતીની બહેન અને યુવતીનો મિત્ર તેની શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન યુવતી બેહોશ હાલતમાં રેલ્વે ટ્રેક નજીક આવેલી આંબાવાડીમાં મળી આવી હતી. ત્યારે યુવતી બેહોશ હોવાથી તેને હોસ્પિટલે ખસેડાઇ હતી, ત્યારે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જે અંગે પોલીસે ફોરેન્સિક PM (પોસ્ટ મોર્ટમ) કરાવ્યું હતું. જેમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા થઈ હોવાની વાત સામે આવી છે.
વલસાડમાં ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ (Etv Bharat gujarat) યુવતીની બહેન અને મિત્રની પોલીસની પૂછપરછ શરુ: સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા વલસાડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ યુવતી સાથે જે રીતે જે જગ્યાએ ઘટના બની હતી. તે જોતાં કોઈ પરિચિત વ્યક્તિ સમગ્ર ગુનામાં સંડોવાયેલો હોવાનું શંકા સેવાઈ રહી છે. જેને લઇને પોલીસે યુવતીના પરિચિતો અને તેની બહેન સહિત અનેક લોકોને અલગ અલગ એંગલથી પૂછપરછ હાથ ધરી છે.
વલસાડમાં ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ (Etv Bharat gujarat) પ્રણય ત્રિકોણમાં હત્યા થઇ હોવાની પોલીસની આશંકા: મૃતક યુવતી પોતાના નિત્યક્રમ મુજબ ટ્યુશનથી છૂટી મોતીવાડા ફાટક પાસેના પગદંડી રસ્તે પસાર થઈ હતી ત્યારે તેને રસ્તામાં કોણ મળ્યું ? કોની જોડે તે ગઈ ? અને દુષ્કર્મ આચરીને હત્યા કોણે કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જે માટે પોલીસે 10 ટીમોની રચના કરી છે. ત્યારે પ્રણય ત્રિકોણમાં યુવતીની હત્યા થઇ હોવાની દિશામાં પોલીસે આશંકા વ્યક્ત કરીને તપાસ હાથ ધરી છે અને યુવતી સાથે વાત કરી રહેલા યુવકની પોલીસે ઉલટ તપાસ હાથ ધરી છે.
પોલીસની 10 ટીમો તપાસ કરી રહી છે: યુવતીના PM બાદ બહાર આવ્યું કે યુવતી સાથે દુષ્કર્મ કરીને આરોપીએ તેની હત્યા કરી છે. આ બાબતની ગંભીરતાને લઇને પોલીસે આરોપીની શોધખોળ માટે 10 ટીમોની રચના કરી છે, જેમાં LCB, SOG અને પારડી, વલસાડ, વાપી પોલીસ મળીને 10 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV ચેકીંગ કરીને તમામ પાસાઓ તપાસ શરુ કરી છે. આ ઘટના રેલ્વે ટ્રેક પાસે બની હોવાથી RPFની મદદ લેવામાં આવી છે.
યુવતી તારવાળી વાડી ઓળંગીને પ્રવેશી કોની સાથે?: યુવતીનો મૃતદેહ મોતીવાડા ટ્રેકની બાજુમાં આંબાવાડીમાં મળી આવ્યો હતો. જે આંબાવાડીની ફરતે કાંટાળી અને તારની વાડ કરાઇ હતી, ત્યારે તેને ઓળંગવું કોઇ પણ વ્યક્તિ માટે અશક્ય છે. જો જવું હોય તો કૂદીને જવું પડે તેવી શક્યતા છે એટલે આ યુવતીને તેની મરજીથી કે જબરજસ્તી લઇ જઇ શકે તેમ નથી.
યુવતી જ્યાંથી મળી ત્યાંથી 2 બેગ મળી આવી:ટ્રેક પર યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. જેના માથા પાસે બેગ મળી આવી હતી. ત્યાંથી પોલીસને અન્ય બેગ પણ મળી આવી હતી. તેમાંથી એક બેગની પરિવારે ઓળખ કરી છે. બીજી બેગમાંથી 1 ઠંડા પાણીની બોટલ અને 1 કોલ્ડ્રીંક્સની બોટલની સાથે દૂધની થેલી પણ હતી. પોલીસ આ કેસમાં અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. જ્યારે આરોપી છે તે ગુન્હો કરીને છટકી નહીં શકે.
આ પણ વાંચો:
- વલસાડમાં ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ, પોલીસે તપાસ શરુ કરી