જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પતિ-પત્ની વચ્ચે સર્જાયેલા ખટરાગનો બનાવ એસિડ હુમલામાં પરિવર્તિત થયો છે. આરોપીએ પોતાની પત્ની અને સાળી પર એસિડ ફેક્યું હતું. બંને યુવતીને હાલ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલામાં વંથલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વંથલીમાં એસિડ એટેક :વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પતિએ અનૈતિક સંબંધોની શંકામાં પત્ની અને સાળી પર એસિડ એટેક કર્યાનો બનાવ બન્યો છે. ધંધુસર ગામની પરણીતા પર તેના જ પતિ દ્વારા અનૈતિક સંબંધોની શંકા કરીને અચાનક એસિડ એટેક કરવામાં આવ્યો છે. આ હુમલામાં આરોપીની પત્ની અને તેની સાળી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસ ફરિયાદ :બંને યુવતીને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં બંને યુવતીઓની તબીબી સારવાર ચાલુ કરવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર યુવતીના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલામાં વંથલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટના બાદ આરોપી પતિ ફરાર :ઘટના બાદ યુવતીનો પતિ ફરાર થઈ ગયો છે. પરણીતાની ફરિયાદને આધારે વંથલી પોલીસ સમગ્ર મામલામાં વધુ તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી આરોપી પોલીસ પકડમાં જોવા મળતો નથી. જેને લઈને બંને યુવતીઓએ ભારે ચિંતા વ્યક્ત કરી છે. પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી સામાજિક કારણોસર ખટરાગ ચાલી રહ્યો હતો, તે હવે એસિડ એટેક જેવા ગંભીર બનાવવામાં પરિવર્તિત થયો છે.
- Acid Attack: બસ્તરમાં લગ્ન સમારોહમાં એસિડ હુમલો, વર-કન્યા સહિત 12 લોકો ઈજાગ્રસ્ત
- બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ