ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરની રાસ મંડળીની પસંદગી દિલ્હી 26 જાન્યુઆરીની પરેડમાં: ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવશે - REPUBLIC DAY 2025

પરેડમાં પ્રથમ વાર દુહા, છંદ, રાસ થકી ઝાલાવાડની ઝાંખી

લાલ કિલ્લે સુરેન્દ્રનગર ચમકશે
લાલ કિલ્લે સુરેન્દ્રનગર ચમકશે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2025, 5:20 PM IST

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગરના માલધારી રાસ મંડળીના સભ્યો લાલ કિલ્લા પરેડમાં કર્તવ્ય પથ પર યોજાનાર ધ્વજ વંદનના કાર્યક્રમમાં પસંદગી પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની માલધારી રાસ મંડળીના 20 જેટલા માલધારી કલાકારો 26 જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં પ્રથમ વાર દુહા, છંદ, રાસ થકી ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવશે.

સુરેન્દ્રનગર જિલ્લો અનેક લોક સંસ્કૃતિ લોકજીવન અને લોકનૃત્યો માટે જાણીતો છે. તેમાં ખાસ કરીને ભરવાડ સમાજના યુવાનો દ્વારા લેવાતા રાસ, હુડો, ગોફરાસ જોઈ લોકો આશ્ચર્યચકિત થતા હોય છે. આવા રાસ માટે સુરેન્દ્રનગરના જોરાવનગરની માલધારી રાસ મંડળી દેશ વિદેશમાં જાણીતી છે. આ મંડળી આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથ પર ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેવા પસંદગી થયા છે.

જુઓ કેવું છે પર્ફોમન્સ અને દિલ્હી જવા અંગે શું કહ્યું? (Etv Bharat Gujarat)

આ અંગે ગ્રૂપના લીડર પ્રદીપ પરમારે જણાવ્યું કે, આ ગ્રૂપની સ્થાપના માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુથી આશરે 35 વર્ષથી ચાલે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુલમાં હતા ત્યારે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા. તે સમયે તેમનો ગોપ મિત્રો સાથે અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા તે રાસ અમે કરીએ છીએ. જેમાં રાસ, હુડો રાસ, ગોફરાસ, ત્રણ તાળી, ટીટોડા રાસ અને છત્રી રાસ વગેરે રજૂ કરીએ છીએ. અમારું રાસ ગ્રુપ ગુજરાત સરકારના મોટાભાગના ઉજવણીના પ્રોગ્રામ જેવા કે, 15મી ઓગસ્ટ હોય કે 26 મી જાન્યુઆરી, કાંકરિયા કાર્નિવલ, વાઇબન્ટ નવરાત્રી હોય કે કોઈ પણ મેળા હોય દરેક જગ્યાએ પરફોર્મન્સ આપીને ઝાલાવાડનું નામ રોશન કરે છે. ભાણી પરિવારના મરેજ ફેક્શન જામનગરમાં થયું ત્યારે તેમજ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં થયેલ બોલીવુડના સૌથી લોકપ્રિય એવોર્ડ આઈફા એવોર્ડમાં પણ રાસ મંડળીએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું અને ગુજરાતમાં જ નહીં પણ બીજા રાજ્ય સહિત વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે. હાલ અમારા ગ્રુપની ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પસંદગી થતા 20 કલાકારો જ્યારે દેશના વડાપ્રધાન 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર ધ્વજવંદન કરશે ત્યારે આપણી ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે અમારી મંડળી ત્યાં આપણા ઝાલાવાડ રાસ રજૂ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા અમારી મંડળીને 26 જાન્યુઆરીની આ પરેડમાં નિમંત્રણ મળ્યું તે અમારા માટે સૌથી મોટી ગૌરવની વાત છે.

લાલ કિલ્લે સુરેન્દ્રનગર ચમકશે (Etv Bharat Gujarat)
લાલ કિલ્લે સુરેન્દ્રનગર ચમકશે (Etv Bharat Gujarat)
લાલ કિલ્લે સુરેન્દ્રનગર ચમકશે (Etv Bharat Gujarat)
  1. 'વીજળી માટે વલોપાત', આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામ અંધારામાં
  2. "સ્ક્રેપ" વધારશે ભાવનગરની "સુંદરતા": જાણો કરોડો ખર્ચે ક્યાં ક્યાં મુકાશે પ્રતિમાઓ

ABOUT THE AUTHOR

...view details