સુરત:પોલીસે સુરતમાં દરોડામાં સફિયા મંઝીલ બિલ્ડિંગના માલિક અને તેના બે પુત્રોની, સાયબર ક્રાઇમના ગુનામાં ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના માલિક, મકબૂલની તેના બે પુત્રો કાસિફ અને માઝ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસને 29 ચેકબુક, 497 સિમકાર્ડ અને 16 લાખ રોકડા મળ્યા
ANI સાથે વાત કરતા ગેહલોતે કહ્યું, "સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સફિયા મંઝિલ બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો અને માલિક મકબૂલ અને તેના બે પુત્રો કાસિફ અને માઝની ધરપકડ કરી હતી." આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, કુલ 10 બેંક પાસબુક રિકવર કરવામાં આવી છે, જેમાં 8 બચત ખાતાની પાસબુક, 29 અલગ-અલગ બેંકની ચેક બુક, 38 ડેબિટ બેંક કાર્ડ, 497 સિમ કાર્ડ, બે પૈસા ગણવાના મશીનો અને છેતરપિંડી આચર્યા બાદ તેમના પાસે રહેલા 16 લાખ 95 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દુબઈ અને થાઈનું 1 લાખનું ચલણ પણ મળી આવ્યું હતું.