સુરત: ડીંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીનો પરિવાર હાલમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે. પરિવારમાં 14 વર્ષની દીકરી અને એક દીકરો છે. દંપતી વચ્ચે મનમેળના હોવાથી અવાર નવાર ઝઘડાઓ પણ થતા હતા. દરમ્યાન થોડા દિવસ દીકરીએ તેની માતાને પિતાએ તેની સાથે કરેલ દુષ્કર્મ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ પત્નીએ તેના પતિની પૂછપરછ કરી, પરંતુ પતિએ આવું કશું કર્યું ના હોવાનું કહી પોતાનો બચાવ કર્યો હતો.
પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાની સુરત પોલીસે કરી ધરપકડ - Surat Rape Case - SURAT RAPE CASE
શહેરમાં પિતાએ પોતાની જ 14 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. ડીંડોલી પોલીસ દ્વારા નરાધમ પિતાની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Surat Rape Case
Published : May 19, 2024, 3:33 PM IST
પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી:આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, દંપતી વચ્ચે ફરી ઝઘડો થતા પતિએ પત્ની અને 13 વર્ષના પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જેથી પત્ની તાત્કાલિક ડીંડોલી પોલીસ મથકે પહોંચી હતી. પોલીસની ટીમ તેના ઘરે પહોંચી ત્યારે પતિ અર્ધનગ્ન હાલતમાં હતો. દીકરીએ રડતા રડતા કહ્યું કે, તેના પિતાએ ઘરમાં દરવાજો બંધ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.