સુરત:શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ દસ્તીપુરામાં ગતરોજ થયેલા હત્યાનો મામલો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. આ ઘટના અંતર્ગત પોલીસ બે સગાભાઈ આરોપીઓને જહાંગીરપુરા ખાતેથી ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, મૃત્યુ પામનાર અફઝલ અને આરોપીઓ એકબીજાના પાડોશી જ હતા.
શું છે હત્યા પાછળનું કારણ?ગત 25મી નવેમ્બરે મૃત્યુ પામનાર અને આરોપીઓ વચ્ચે પાણી નાખવાની લાઈન બાબતે ઝઘડો થયો હતો. જોકે આ ઝગડનું તે જ સમયે સમાધાન પણ થઇ ગયું હતું. પરંતુ બાદમાં મોડી રાતે મૃત્યુ પામનાર અફઝલ ફરી તેજ વિસ્તારમાંથી પસાર થતાં બંને વચ્ચે બોલાચાલ થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ મૃત્યુ પામનાર અફઝલના પગના થાપા અને જાંઘની બાજુએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના પગલે અફઝલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પોલીસે હત્યા કેસ હેઠળ આરોપી બે ભાઈઓની જહાંગીરપુરામાંથી ધરપકડ કરી (Etv Bharat Gujarat) આ બાબતે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઘાસથી પુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ નામના યુવકની હત્યા થઇ હતી. જે મામલે લાલગેટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીઓના નિવેદન પ્રમાણે ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ સેહજાદ અને મોહમ્મદ એજાજ એમ બંને સગા ભાઈઓને જહાંગીરપુરા ખાતેથી ઝડપી પડ્યા હતા.
બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ પ્લમ્બરનું કામ કરતા હતા જ્યાં પાણીનો ફોર્સ પણ ઓછો આવી રહ્યો હતો. જે મામલે આરોપીઓ પાઇપલાઇન જોતા હતા ત્યારે ત્યાં મરણજનાર અફઝલની પાણીની મોટર પણ લાગી હતી. જેને કારણે પાણીનો ફોર્સ ઓછો આવે છે તેમ અફઝલને જણાવવામાં આવ્યું હતું. આ મુદ્દે અફઝલ અને આરોપીઓ વચ્ચે પાણી નાખવાની લાઈન બાબતે ઝઘડો થયો હતો. જેકે થોડી વાર પછી પણ આજ મુદ્દે બોલાચાલી થતાં આરોપીઓએ અફઝલના પગના થાપા અને જાંઘની બાજુએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, અને તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:
- ડિજિટલ એરેસ્ટથી 1.15 કરોડ ઓહિયા કરતી ગેંગ ઝડપાઈ: "ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી"- અમદાવાદ પોલીસ
- આણંદઃ ઓવરટેકના ચક્કરમાં લક્ઝરીનો અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત, 3ના મોત