સુરતઃ જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદની આગાહીને પગલે 4 કલાકમાં 14 ઈચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6.00 થી 8.00 દરમિયાન 4 ઈચ તથા 8.00 થી 10.00 દરમિયાન 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના 16 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
સુરતના ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 14 ઈચ વરસાદ વરસ્યો,ભારે વરસાદના કારણે પંથકના 16 રસ્તા બંધ - Surat News - SURAT NEWS
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદની આગાહીને પગલે 4 કલાકમાં 14 ઈચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના 6.00 થી 8.00 દરમિયાન 4 ઈચ તથા 8.00 થી 10.00 દરમિયાન 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Published : Jul 15, 2024, 10:21 PM IST
સીઝનનો 40 ઈંચ વરસાદઃ ઓલપાડ તાલુકામાં સવારના 6.00 થી 12.00 દરમિયાન 3, માંગરોળ તાલુકામાં 17, માંડવીમાં 6, કામરેજમાં 4, બારડોલીમાં 3, મહુવામાં 5, કામરેજમાં 4 એમએમ તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. આમ જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ 1008 એમએમ એટલે કે 40 ઈંચ વરસાદ વરસ્યો છે.
16 રસ્તા બંધઃ ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એક થી બીજા ગામને જોડતા 16 રસ્તા ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવર ટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી, શરદાથી નવી વસાહત રોડ, શામપુરથી ઉમરઝર, બલાલકુવાથી વહાર, ઉમરઝર સરવણ ફોકડીથી નવાગામ તુંડી, પાડા એપ્રોચ રોડ, ચિતલદા સ્મશાનથી ગોડલીયા, ચંદ્રપાડાથી ગોપાલીયા, વેલાવી ખરેડીપાડા, બિલવનથી હલધરી જયારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ, કોલખડી અને અંધારવાડી લીમ્દા રસ્તાઓ, ગોડધા લાડકુવા, મોરીઠા થી કાલિબેલ રેગામા, ગોડસંબા કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા.