ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : ' રાહુલ ગાંધી આવશે અને શું કરીને જશે તેની ચિંતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં છે ' હર્ષ સંઘવીએ કેમ કહ્યું જૂઓ

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને આવી રહ્યાં છે ત્યારે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેના પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આવશે અને શું કરીને જશે તેની ચિંતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં છે, આ ચિંતાની દવા તો કોઈ વૈજ્ઞાનિક પાસે પણ નથી.

Surat News : ' રાહુલ ગાંધી આવશે અને શું કરીને જશે તેની ચિંતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં છે ' હર્ષ સંઘવીએ કેમ અને ક્યાં કહ્યું જૂઓ
Surat News : ' રાહુલ ગાંધી આવશે અને શું કરીને જશે તેની ચિંતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં છે ' હર્ષ સંઘવીએ કેમ અને ક્યાં કહ્યું જૂઓ

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 5:25 PM IST

સુરતમાં હર્ષ સંઘવી બોલ્યાં

સુરત : સાતમી માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે તેઓ ચાર દિવસમાં 400 કિલોમીટરનું અંતર કાપશે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં તેઓ ન્યાય યાત્રા કરશે અને ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધીની યાત્રા અંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે, તેમની યાત્રાથી અમે નહીં પરંતુ તેમના કાર્યકર્તાઓ ચિંતિત છે. રાહુલ ગાંધી આવશે અને શું કરીને જશે તેની ચિંતા કાર્યકર્તાઓમાં છે આ ચિંતાની દવા તો કોઈ વૈજ્ઞાનિક પાસે પણ નથી હું તો નાનો વ્યક્તિ છું.

ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચથી ગુજરાતમાં : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચથી ગુજરાતમાં કરશે. જેને લઇ કોંગ્રેસના તમામ નેતાઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચાર દિવસમાં તેઓ ગુજરાતના સાત જિલ્લાઓમાં 400 કિલોમીટર સુધી યાત્રા કરશે. આ યાત્રાને લઇ કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે ત્યારે આ યાત્રાને લઇ રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેમની યાત્રાને લઈ તેમના જ કાર્યકર્તાઓમાં ભારે ચિંતા છે. રાહુલ ગાંધીની વાત તેમના કાર્યકર્તાઓ પણ નથી કરતાં.

રાહુલ ગાંધીની વાત તેમના કાર્યકર્તાઓ પણ નથી કરતાં. તેમની યાત્રાથી તેમના જ કાર્યકર્તાઓમાં ચિંતા છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે તો શું કરીને જશે. આ ચિંતાની દવા તો કોઈ પણ વૈજ્ઞાનિક પાસે નથી તો હું તો એક નાનો વ્યક્તિ છું...હર્ષ સંઘવી ( ગૃહપ્રધાન )

સમાજના લોકોએ મન બનાવ્યું છે :જે રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈ સંઘવીએ કહ્યું હતું કે, ભાજપની સરકાર દેશના નાગરિકોની સરકાર છે. વર્ષ 2024 માં દેશના નાગરિકોએ મન બનાવી લીધું છે. દેશના સૌ સમાજના લોકોએ મન બનાવ્યું છે. જોકે હર્ષ સંઘવીએ કોંગ્રેસયુક્ત ભાજપ શા માટે બની રહ્યું છે તે પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.

ભરૂચ કોંગ્રેસમાં કંઈ પણ સામાન્ય નથી : ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને લઈ પણ તેઓએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના જ ધારાસભ્યો દ્વારા પ્રશ્ન ઉભો કરીને તેમના વચ્ચે જે પ્રેમ છે એ પ્રેમમાં લવ અને હેટ બંને નજર આવે છે જે સ્પષ્ટપણે લોકો જોઈ શકે છે. ભરૂચમાં તેમની અંદર કંઈ પણ સામાન્ય નથી.

  1. Filmfare Awards: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં અપાર સંભાવનાઓ, ફિલ્મ ફેર પુરસ્કારમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  2. 51 New ST Busses: તાપીના સોનગઢ ખાતે નવા બસ સ્ટેશન અને 51 નવી એસી બસોનું લોકાર્પણ કરાયું

ABOUT THE AUTHOR

...view details