સુરતઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દિનેશ કાછડિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને રજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામાંની અંદર ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દિનેશ કાછડિયાએ પક્ષમાંથી છેડો ફાડ્યો, દરેક પદેથી આપ્યું રાજીનામુ - Surat News - SURAT NEWS
સુરતમાં પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દિનેશ કાછડિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને રજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામાની અંદર ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું તેમ જણાવ્યું હતું.
Published : Jul 11, 2024, 9:07 PM IST
તમામ પદેથી આપ્યું રાજીનામુંઃ સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ આજે આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે સુરત કોર્પોરેશનમાં કામ શરૂ કર્યું, ત્યારથી દિનેશ કાછડિયાએ પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા. ત્યારબાદ તેઓ સતત લોકોની વચ્ચે જઈને કોર્પોરેશનમાં ચાલતી ગોબાચારી અને ભ્રષ્ટાચાર અંગેના પણ અનેક મુદ્દાઓને લોકો સમક્ષ લાવવામાં સફળ રહ્યા હતા.
આમ આદમી પાર્ટી, ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગીતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું. હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવવાનો વિચાર કર્યો નથી. પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસથી મારી ઉપેક્ષા થતી હોય તેવું પણ મને લાગ્યું હતું. મને જાણે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો હોય તેવો અનુભવ મને થતો હતો. હવે હું પોતે કોઈપણ રાજકીય પક્ષમાં હાલ જોડાયા વગર મારા વોર્ડના પ્રશ્નોને વાંચા આપતો રહીશ...દિનેશ કાછડીયા(પૂર્વ કોર્પોરેટર, સુરત)