ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં વધુ એકનું શંકાસ્પદ મોત: માલીબા કોલેજના બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો - DEAD BODY FOUND FROM BOYS HOSTEL

સુરત જિલ્લામાં વધુ એકનું શંકાસ્પદ હાલતમાં મોત થયાની ઘટના બની છે. માલીબા કોલેજના બોઇઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ છે.

સુરતમાં વધુ એકનું શંકાસ્પદ મોત
સુરતમાં વધુ એકનું શંકાસ્પદ મોત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 12:05 PM IST

Updated : Oct 8, 2024, 12:11 PM IST

સુરત:જિલ્લામાં વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મોત થયાની ઘટના સામે આવી છે. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ છે. સુરત જિલ્લાના છેવાડે આવેલ મહુવા તાલુકામાં માલીબા કોલેજમાં એક વિદ્યાર્થીનું અગાસી પરથી પડી જવાથી મોત નિપજ્યું છે. માલીબા કોલેજ ખાતે આવેલ બોઇઝ હોસ્ટેલમાં રહીને ધોરણ 11 માં ભણતો 16 વર્ષીય વિદ્યાર્થી બીજા માળેથી પડી જતા તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. આશાસ્પદ યુવક અને વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ડૂબી ગયો છે. વિદ્યાર્થીએ આપઘાત કર્યો કે પછી અકસ્માતે પડી ગયો તે બાબતે મહુવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સુરત જિલ્લાના મહુવા પોલીસની હદમાં આવેલ માલીબા કોલેજના બોઇઝ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો ડાંગ જિલ્લાનો 16 વર્ષીય અજયનાથ જનકભાઈ ગાવિત ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. અજય બોઇઝ હોસ્ટેલના કેમ્પસમાં બીજા માળેથી પડી ગયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો.

માલીબા કોલેજના બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો (Etv Bharat Gujarat)
ધોરણ 11 માં ભણતો 16 વર્ષીય વિદ્યાર્થી બીજા માળેથી પડી જતા તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું (Etv Bharat Gujarat)

વિધાર્થીના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. વિદ્યાર્થીએ આપઘાત કર્યો કે પછી તે અકસ્માતે પડ્યો તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. વધુ એક દુષ્કર્મની ઘટના ! નવસારીમાં એક યુવતી પર યુવકે નામ બદલીને દુષ્કર્મ કર્યાનો આરોપ
  2. અમુક સેકન્ડનો ફોન કોલ અને પોલીસના સકંજે ચઢ્યા વડોદરાના ચકચારી ગેંગરેપ કેસના આરોપીઓ
Last Updated : Oct 8, 2024, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details