ગુજરાત

gujarat

સુરતના આત્મહત્યાના કેસની સામે આવી હકીકત: પીડિત હતો સાઇબર ક્રાઇમનો શિકાર - cyber crime perpetrator arrested

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 10:57 PM IST

સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 9 સપ્ટેમ્બર 2024 ના રોજ એક યુવકે પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને કતારગામ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જોકે તપાસમાં હકીકત કઈક ચોંકાવનારી હતી. જાણો. cyber crime perpetrator arrested

પીડિત સાઇબર ક્રાઇમનો શિકાર બન્યો હતો
પીડિત સાઇબર ક્રાઇમનો શિકાર બન્યો હતો (Etv Bharat Gujarat)

સુરત:ગળે ફાંસો ખાઈને આપઘાત કરનારાનો કેસ દાખલ કરી સુરત પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક યુવકના મોબાઇલમાં કેટલાક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા. જેમાં વોટ્સઅપની એક પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂક્યો હતો અને મહિલાનું નામ પરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારબાદ વોટ્સઅપ તેમજ અન્ય એપ્લિકેશનના માધ્યમથી આ યુવકના બીભત્સ વીડિયો કેપ્ચર કરી વીડીયો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક ઈસમો યુવકને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે યુવક સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાથી પોલીસ દ્વારા 10 સપ્ટેમ્બર 2024 ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કતારગામ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો (Etv Bharat Gujarat)

પીડિત સાઇબર ક્રાઇમનો ભોગ બન્યો હતો:કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનીકલ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જે નંબર પર કે જે આઈડી પરથી યુવક વાત કરતો હતો તે આઇડી રાજસ્થાનના અલવર જિલ્લાના આજુબાજુના ગામડામાંથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું. તેથી આ બાબતે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ કરવા માટે પહોંચી હતી.

આત્મહત્યાના કેસની સામે આવી હકીકત (Etv Bharat Gujarat)

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ: કતારગામ પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ વેશ ધારણ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ પોલીસ દ્વારા આરોપીના ઘરની આસપાસ રેકી કરવામાં આવી હતી. જોકે આરોપી જે જગ્યા પર રહેતો હતો તે સેન્સિટી વિસ્તાર હતો અને આ વિસ્તારમાંથી અલગ અલગ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. તેથી પોલીસ દ્વારા આ બાબતે રાજસ્થાન પોલીસની મદદ લેવામાં આવી હતી. આમ પોલીસ દ્વારા બે ટુ-વ્હીલરની મદદથી અલગ અલગ સમયે અલગ અલગ લોકેશનો મેળવતા હતા. ઉપરાંત તે લોકેશનના આધારે ગામની ભૌગોલિક સ્થિતિ જાણવા માટે ગામના લોકો જ પહેરવેશ જે પહેરતા હતા તેવી જ રીતે તેઓ ગામમાં ફરતા હતા. પોલીસે પહેરવેશ ધારણ કરી 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન 100થી 150 કિલોમીટર આજુબાજુના ગામડામાં ફરતા હતા.

આત્મહત્યાના કેસની સામે આવી હકીકત (Etv Bharat Gujarat)

કોણ છે આ આરોપી:અંતે પોલીસની આ મહેનત રંગ લાવી અને પોલીસે આરોપીનું લોકેશન મેળવી લઈ આરોપીના સરનામા પર જઈને સ્થાનિક પોલીસની મદદથી બે આરોપીને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીમાંથી એક સગીર છે અને બીજો આરોપી બરકત ખાન 38 વર્ષનો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્તિઓનો સંપર્ક નંબરની માહિતી મેળવવામાં આવતી હતી. ત્યારબાદ આ વ્યક્તિઓના મહિલાના નામથી વાત કરી વીડિયોકોલ કરાવવામાં આવતો હતો. સામેવાળી વ્યક્તિ વીડિયો કોલ રિસીવ કરે ત્યારે અન્ય ફોનમાં ન્યુડ મહિલાના વીડિયો કેમેરા પાસે રાખી બતાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવતું હતું અને આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી જે તે વ્યક્તિને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને ત્યારબાદ વીડિયો વાયરલ ન કરવા પૈસા પડાવવામાં આવતા હતા.

આત્મહત્યાના કેસની સામે આવી હકીકત (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. જમજીર ધોધ પર રાજકોટના કપલને કેક કટિંગ પડ્યું મોંઘું, કોડીનાર પોલીસે નોંધી FIR, જાણો શું થયું - FIR against couple in Kodinar
  2. સુરતની નવી સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કર્યાનો આરોપ - VANDALISM IN THE CANTEEN

ABOUT THE AUTHOR

...view details